રાણાવાવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ચોમાસાની ઋુતુમાં જંગલી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આ ઇયળો રોડની બાજુમાં અને દિવાલો ઉપર જોવા મળી છે. આ વિસ્તારની ખેતીવાડી વિભાગના કર્મચારીઓને મુલાકાત લઇ તેના નિયંત્રણ માટે પગલા સૂચવ્યા છે.
અંતે તંત્ર જાગ્યું ! જંગલી ઇયળના ઉપદ્રવના નિયંત્રણનાં પગલાં લીધા - gujarati news
પોરબંદરઃ થોડા દિવસો પહેલા ETV BHARAT એ રાણા ખીરસરા ગામે ઇયળના ઉપદ્રવ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. તે સમયે આરોગ્ય વિભાગની ટિમે મુલાકાત લીધી હતી અને લોકો ને જણાવ્યું હતું કે આ ઇયળોનો કોઈ ઉપાય નથી. જ્યારે હવે તંત્ર જાગ્યું હોય તેમ ખેતીવાડી વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે.
porbandar
આ ઉપરાંત અધિકારીઓએ એ જણાવ્યુ હતું કે, આ ઇયળનું અંગ્રેજી નામ મીલીપેઇડ છે. તેનો ઉપદ્રવ અટકાવવા દિવસમાં બે વખત સવાર અને સાંજના સમયે ડીડીવીપી જંતુનાશક દવાનો 20 મી.લી. પ્રતિ 15 લીટર પાણીમાં (એક પમ્પમાં) છંટકાવ કરવાથી આ ઇયળનું નિયંત્રણ કરી શકાય છે.