‘વાયુ’ વાવાઝોડાને પગલે પોરબંદરના સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર - gujarati news
પોરબંદરઃ ગુજરાતભરના દરિયાકિનારે ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે વહીવટીતંત્ર દ્વારા ઠેર-ઠેર સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદરના મુખ્ય વિસ્તારો કહીએ તો સુભાષનગર અને છાયા વિસ્તાર સહિત 80 જેટલા ગામડાઓમાં સ્થળાંતરની પ્રક્રિયા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.
પોરબંદર વિસ્તારમાંથી વાયુ વાવાઝોડાને પગલે લોકોનું સ્થળાંતર
પોરબંદરની પ્રાઈવેટ ફેક્ટરીની પાછળ મીઠાના દંગો નીચાણવાળો વિસ્તાર હોય છે અને મોટાભાગે વરસાદી પાણી મોટા પ્રમાણમાં ભરાઈ જવાની શક્યતાઓ છે. આથી, આ સંવેદનશીલ વિસ્તાર છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થઇ શકે તેવી સંભાવના છે. જેના પગલે તંત્ર દ્વારા પહેલેથી જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને બસ દ્વારા લોકોનું સ્થળાંતર થઇ રહ્યું છે.