પોરબંદર: જિલ્લામાં ગત મધરાત્રે મીલ પરા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. પોરબંદર નગરપાલિકાના પૂર્વ સુધરાઈ સભ્ય ભલાભાઈ મૈયારીયા પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન પોરબંદર શહેર ભાજપના પ્રધાન પ્રશાંત સીસોદીયા (પપ્પુભાઈ)ને એક ગોળી પેટમાં લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પોરબંદરમાં મધરાત્રે ફાયરિંગની ઘટના, ભાજપના નેતા ઈજાગ્રસ્ત - ભલાભાઈ મૈયારીયા પર ફાઇરિંગ
પોરબંદરમાં ગત મધરાત્રે મીલ પરા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. પોરબંદર નગરપાલિકાના પૂર્વ સુધરાઈ સભ્ય ભલાભાઈ મૈયારીયા પર કોઇ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.
રાજુ રાણા
ઘાયલને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને ફાયરિંગ કોણે કર્યું અને શા માટે કર્યું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.