માઈકલ જેક્સનના ડાન્સની પુરી દુનિયા ફેન છે.માઇકલ જેકસન જે રીતે તેની કલાથી આગળ વધ્યા અને વિશ્વભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના માતા પિતાનું આઠમું સંતાન હતા. તેમણે માત્ર 11 વર્ષની ઉંમરમાં જ વ્યાવસાયિક રૂપે ગાવાનો આરંભ કર્યો હતો. 1971ના વર્ષમાં તેમણે વ્યક્તિગત કારકિર્દીનો પ્રારંભ કર્યો અને એ સમયમાં પણ તેઓ ગાયકીની દુનિયામાં ખૂબ જ ઝડપી પોતાનો સિક્કો જમાવી દીધો હતો. કિંગ ઓફ પોપના નામથી પ્રસિદ્ધ થઈ ગયા હતા. માઇકલ જેકસન ગીનીશ બુક ઓફ વર્લ્ડ માં પણ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. 13 વખત ગ્રેમી એવોર્ડ પણ જીતી ચૂક્યા હોય તેવા એકમાત્ર કલાકાર હતા.
મળો પોરબંદરના માઈકલ જેક્સનને : કિંગ ઓફ પૉપ માઈકલ જેક્સનનો જબરો ફેન - પોરબંદર
પોરબંદર : એક કહેવત છે કે કલા ક્યારેય મરતી નથી, કલા હંમેશા જીવંત રહે છે.જે ખરેખર સાચી છે. અમેરિકાના એક મહાન પોપ ગાયક તેમજ પોપ નૃત્યકાર જેને ઓફ સમ્રાટ એટલે કે કિંગ ઓફ પોપ તરીકે પણ ઓળખવામાં આવતા એવા માઇકલ જેકસન જેનો આજે તારીખ 29 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. વિશ્વભરમાં તેમના અનેક ચાહકો રહેલા છે. તેના એક માત્ર ડાન્સ થી અનેક લોકો પ્રભાવિત થયા છે. પોરબંદરમાં નાના એવા ગામડા કુછડીમાં રહેતો એક 22 વર્ષનો યુવાન પણ માઇકલ જેક્સનના ડાન્સ સ્ટેપ મુન-વોક થી એટલો પ્રભાવિત થયો કે આજે તેને લોકો માઇકલ જેક્સન કહીને જ બોલાવે છે.
માઈકલ જેક્સનનું અવસાન 25 જૂન 2009ના દિવસે થયું હતું. જે અંગેના સમાચારો ટીવી માં આવ્યા જે સમાચારો જોઈને કુછડીના 22 વર્ષીય યુવાન રાહુલ સરવૈયાને તેના દરેક ડાન્સ સ્ટેપ ખૂબ જ ગમ્યા ત્યારબાદ માઇકલ જેકસન જેવી જ સ્ટાઇલમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધો અને તમામ માઇકલ જેક્સનના સોંગ પર સ્ટેજ શો અને શાળાઓમાં જઈને પોતાનું ટેલેન્ટ રજૂ કરવાનું શરૂ કર્યું ખાસ કરીને માઇકલ જેકસનની moonwalk જે રાહુલને અત્યંત ગમી તો આ સ્ટેપ ના કારણે જ મિત્રો વર્તુળોમાં પણ તે ફેમસ થયો છે.આજે પણ લોકો તેને માઇકલ જેક્સન કહીને બોલાવે છે. રાહુલ સરવૈયાના પિતા સામાન્ય કડિયા કામ કરીને જીવન ગુજરાતી રહ્યા છે. ત્યારે પિતા કાનજીભાઈ અને માતા ચંપાબેનના પ્રોત્સાહનને લીધે રાહુલને જીવનમાં ડાન્સ ક્ષેત્રમાં આગળ વધવાની મહેચ્છા વ્યકત કરી હતી.
માઇકલ જેક્સન આ દુનિયામાં નથી. પરંતુ તેઓના ચાહકોમાં હરહંમેશ જીવંત છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ રાહુલ સરવૈયામાં જોઈ શકાય છે. કુછડી ગામના લોકો પણ રાહુલના ટેલેન્ટને લઈને ગર્વ અનુભવે છે.