ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લા સંકલન સમિતિની બેઠક, 26મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે કામગીરીની કરાઇ સમીક્ષા - Porbandar news

પોરબંદરઃ જિલ્લા કલેકટર DN મોદીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

etv
પોરબંદર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

By

Published : Jan 20, 2020, 7:42 PM IST

બેઠકમાં કલેકટરએ જિલ્લાના પ્રજાકીય પ્રશ્નોની રજુઆતો તથા સંસદસભ્ય અને ધારાસભ્ય તરફથી લોક પ્રશ્નોની મળેલી અરજીઓનો હકારાત્મક અભિગમ થકી કાયમી અને ઝડપી નિરાકરણ લાવવા અમલીકરણ અધિકારીશ્રોઓને સુચના આપી હતી. ઉપરાંત 26મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે વિભિન્ન કચેરીઓ દ્રારા થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

અધિક કલેકટર રાજેશ તન્નાએ કાર્યવાહીનું સંચાલન કર્યુ હતું, બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. ધાનાણી, નાયબ પોલીસ અધિક્ષક જુલી કોઠીયા પ્રાંત અધિકારી કે.વી બાટી, એ.જે. અંસારી, સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details