જૂનાગઢઃગુજરાતની જેમ સૌરાષ્ટ્રમાં પણ સતત અને સખત વરસાદને કારણે જનજીવનને માઠી (Massive Waterlogged in Ghed) અસર પહોંચી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં (Rainfall Affected area) ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે પાકનો સર્વનાશ થઈ ગયો છે. જોકે, સારા પાકની આશાએ બેઠેલા ખેડૂતને ધોવાણનો માર પડી રહ્યો છે. આવી સ્થિતિ છે પોરબંદર ઘેડ પંથકમાં રહેતા ખેડૂતોને. જેઓ તંત્ર સામે સવાલ તો કરે છે પણ પૂરતા વિકલ્પોના અભાવે (Lack of Basic Needs) આર્થિક માર પર વેઠી રહ્યા છે.
આ પણ વાંચોઃ Necklace of forest goddess : વનદેવીનો નેકલેસ ચોમાસાની ઋતુમાં વેરી રહ્યો છે અનોખું સૌંદર્ય
સર્વત્ર જળાશયઃ જુનાગઢ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર બે દિવસથી સતત જળબંબાકાર બની રહ્યો છે. જેમાં પાણી ખેતરમાં ભરાઈ જવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિપરીત ભર્યા સમય માંથી પસાર થઈ રહ્યા છે. ઘેડના ગામોમાં 48 કલાક પછી પાંચ ફૂટ કરતાં વધુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેને કારણે ઘેડનું જનજીવન ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયેલું જોવા મળે છે. ઘેડ ના 50 કરતાં વધુ ગામોમાં જ્યાં નજર પડે ત્યાં એક માત્ર વરસાદ અને પૂરનું પાણી જોવા મળી રહ્યું છે. આવી તમામ વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે ઘેડના ગામડાઓમાં રહેતા લોકો પાણી ભરાવવાની સમસ્યાથી ત્રાસી ગયા છે.