- માધવપુરમાં દર વર્ષે વિવાહની ધામધૂમથી ઉજવણી થતી હતી
- કોરોનાના લીધે સાદાઈથી લગ્ન કરાયા સંપન્ન
- મંદિરના મુખ્યાજી તેમજ કુળ ગોરની હાજરીમાં યોજાયા વિવાહ
પોરબંદર: માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ હિન્દુ સાંસ્કૃતિ મુજબ વિધિવત બંધ બારણે સાદાઈ પૂર્વક કરવામાં આવ્યા હતા. હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારી ગાઈડ લાઈનનું પાલન કરી આ વિવાહ ઉજવાયા હતા.
માધવપુરમાં દર વર્ષે વિવાહની ધામધૂમથી ઉજવણી થતી હતી આ પણ વાંચો:માધવપુરમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની ઉજવણી સંપન્ન
માધવપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન
માધવપુર ઘેડમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે માધવરાજીના નિજ મંદિરમાં જ પરંપરાગત વિધિવત લગ્ન વિધિ કરવામાં આવી હતી. આ વખતે લગ્નમાં કન્યા દાન અનિલભાઈ પ્રગજીભાઈ કોટેચા તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. શાંતિપુર્વક લગ્ન વિધિ કરવામાં આવી હતી. સરકારની ગાઈડ લાઇનનું પાલન કરીને સોશિયલ ડિસ્ટ્ન્સ તથા માસ્ક પહેરીને બન્ને પક્ષના ટોટલ 30 વ્યક્તિની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીનો લગ્ન ઉત્સવ પણ બંધ બારણે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કોરોના ઇફેક્ટઃ માધવપુરમાં શ્રી કૃષ્ણ અને રુક્મિણી વિવાહ સાદાઈથી યોજાયા
શાંતિપુર્વક વિવાહ સંપન્ન થયા
તેમાં માધવરાજી મંદિરના મુખ્યાજી રૂચિરભાઈ સેવક તેમજ હાર્દિકભાઈ સેવક રૂક્ષ્મણી મંદિરના મહંત સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત તેમજ માધવરાજી મંદિરના કુળ ગોર જનકભાઈ પુરોહિતે ઉપસ્થિત રહીને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ સંપન્ન કરાવ્યા હતા.