પોરબંદરમાં ડિફેન્સ એકસ્પો (Defense Expo) નિહાળવાઅનેક લોકો ઉમટ્યા હતા. અમદાવાદ અને ગાંધીનગર સાથે પોરબંદરમાં પણ ડિફેન્સ એક્સ્પો (Defense Expo) ખુલ્લો મુકવામાં આવ્યો છે. પોરબંદરમાં કોસ્ટગાર્ડજેટ્ટી ખાત અત્યાધુનિક જહાજો, ડોનીયર અને એરક્રાફ્ટથી ડેમોસ્ટ્રેશ યોજાયું હતું. જેને નિહાળવા માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. લોકો દેશના સુરક્ષા દળોથી પરિચિત બને અને બાળકો ડિફેન્સમાં જોડાય તેવા ઉદ્દેશથી ડિફેન્સ એક્સપો યોજાયો હતો. ડિફેન્સ એક્સપો અંતર્ગત કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રી રેસ્ક્યુ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
મેક ઈન ઈન્ડિયાડિફેન્સ એક્સપોમાં પોરબંદર કોસ્ટગાર્ડના બે જહાજ જે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા છે. જેમાં 'સાર્થક' અને 'સજગ' બે દિવસ માટે જાહેર જનતાને જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. પોરબંદરમાં યોજાયેલ એકસ્પોને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો. કોસ્ટગાર્ડની કામગીરી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.