પોરબંદરઃ શહેરમાં આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં અનેક લોકો લાભ લઇ રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ આયુર્વેદ યોગા નેચરોપેથી યુનાની સીધા અને હોમિયોપથી પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. આ આયુર્વેદિક હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન અપાય છે અને વિનામુલ્યે આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવી છે. તાજેતરમાં પંચકર્મ ચિકિત્સા પણ શરૂ કરવામાં આવી છે.
પોરબંદરમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પંચકર્મ ચિકિત્સા સહિત હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો લાભ મેળવતા અનેક દર્દીઓ આયુર્વેદિક હોસ્પિટલના તબીબ રક્ષાબેન વૈરાટીએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોની નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને જુના પેટના રોગો, સાંધાના દુખાવા, ચામડીના રોગો, જટિલ રોગો, પંચકર્મ ચિકિત્સા પદ્ધતિથી મટાડવામાં આવે છે.
પોરબંદરમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પંચકર્મ ચિકિત્સા સહિત હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો લાભ મેળવતા અનેક દર્દીઓ પોરબંદર દરિયા કિનારે હોવાથી ભેજના કારણે અહીં સાંધાના દુખાવાના દર્દીઓ વધુ જોવા મળે છે. જેના માટે આયુર્વેદિક પદ્ધતિથી ઉકાળાનો પ્રયોગ કરવામાં આવે છે. વરાળનો શેક કરવામાં આવે છે અને અભ્યંગ પદ્ધતિથી ચિકિત્સા આપવામાં આવે છે. આ ઉપરાંત સાંધા ઘસાઇ ગયા હોય તેના માટે જાનુંબસ્તી અને કટિબસ્તિ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેમાં અડદના લોટની પાળ બાંધી તલનું તેલ પુરવામાં આવે છે. જે દર્દી રોગથી હારીને થાકી ગયો હોય તેઓમાં આ પદ્ધતિથી સફળતા મળી છે. પેટના રોગો એસીડીટી માટે પંચકર્મ ચિકિસ્તા પદ્ધતિથી આંતરડા હોજરીમાં પિત કાઢવા માટે સાત દિવસ બસ્તી પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
પોરબંદરમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પંચકર્મ ચિકિત્સા સહિત હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો લાભ મેળવતા અનેક દર્દીઓ આ ઉપરાંત અહીં હોમિયોપથી પદ્ધતિથી પણ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં નિષ્ણાંત તબીબ ડોકટર દેવેન્દ્ર ડામોર દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર મહેશ પાંડાવદરા સહિત 10 લોકોના સ્ટાફ અહીં સેવા આપી રહ્યા છે અને આ સારવારથી મોટા ભાગના લોકોને દર્દમાંથી રાહત મળી છે. મોટી સંખ્યામાં અહીં સારવાર અર્થે આવતા લોકો વધુ સારી સારવાર મેળવી શકે છે. તે માટે સવારે 9 થી 12 અને બપોરે 2 થી 8 સુધી નાડી સ્વેદન પદ્ધતિથી સારવાર પણ શરુ કરવામાં આવી છે. જેનો લાભ વધુમાં વધુ લોકો લે તેમ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.