પોરબંદર: પોરબંદરની બજારમાં (Mango In Porbandar) આસપાસના ગામોમાંથી કેરીનું આગમન થયું છે. જો કે વાવાઝોડા (Storms In Saurashtra)ના કારણે ગીર પંથકમાં આંબાને (mango tree farming in gir)નુકસાન થયું હોવાથી ગીરની કેસર કેરી (gir kesar mango) હજુ મોડી આવશે તેવું વર્તાઈ રહ્યું છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ (porbandar marketing yard)માં બરડાની કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેરીના કિલોનો ભાવ 300થી 400 રૂપિયા છે.
ગીરની કેસર કેરી મોડી આવશે- પોરબંદરમાં ખંભાળા, હનુમાનગઢ, કાટવાણા સહિતના વિસ્તારોમાં આવેલી આંબાના બાગોમાં કેરીના ફળ આવતા પોરબંદરની બજારમા કેરીઓ આવે છે. ખાસ કરીને બરડાના ખંભાળા વિસ્તારની કેરીઓ પોરબંદર પંથકના લોકોની પ્રથમ પસંદ છે. તો પોરબંદરના NRI લોકો વિદેશમાં પણ આ કેરી લઈ જાય છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે ગીરની કેસર કેરી મોડી આવશે.
આ પણ વાંચો:Mango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા