ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ટોપ ટેન આરોપીઓના લિસ્ટમાં સામેલ શખ્સને પોલીસે વેશ પલટો કરી મધ્યપ્રદેશથી ઝડપ્યો - MURDER CASE

રાજ્યમાં વધતા જતા હત્યા અને લૂંટના બનાવોમાં શામેલ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પવાર અને જિલ્લા પોલીસ અધિકારી રવી મોહન સૈની દ્વારા એક ટોપ ટેન આરોપીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાંથી પોરબંદર પોલીસે છેલ્લા બે વર્ષથી બગવદર પોલીસ મથકના લૂંટ વિથ મર્ડર કેસના આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડયો હતો.

પોરબંદર જિલ્લામાં ટોપ ટેન આરોપીઓના લિસ્ટમાં સામેલ શખ્સને પોલીસે વેશ પલટો કરી મધ્યપ્રદેશથી ઝડપ્યો
પોરબંદર જિલ્લામાં ટોપ ટેન આરોપીઓના લિસ્ટમાં સામેલ શખ્સને પોલીસે વેશ પલટો કરી મધ્યપ્રદેશથી ઝડપ્યો

By

Published : Feb 10, 2021, 12:07 PM IST

  • બેરણ ગામની સીમમાં બે વર્ષ પહેલા લૂંટ વીથ મર્ડરનો હતો આરોપી
  • મોરબી, ટંકારા, ગોંડલ અને મધ્યપ્રદેશમાં પણ ગુનાઓ કર્યા હોવાનું ખુલ્યું
  • ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ઝડપાયો આરોપી

પોરબંદર: રાજ્યમાં વધતા જતા હત્યા અને લૂંટના બનાવોમાં શામેલ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પવાર અને જિલ્લા પોલીસ અધિકારી રવી મોહન સૈની દ્વારા એક ટોપ ટેન આરોપીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાંથી પોરબંદર પોલીસે છેલ્લા બે વર્ષથી બગવદર પોલીસ મથક ના લૂંટ વિથ મર્ડર કેસના આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડયો હતો.

પોરબંદર પોલીસે ઓળખ છુપાવી મધ્યપ્રદેશમાં બે દિવસ રોકાણ કર્યું

પોરબંદર જિલ્લાના બેરણ ગામની સીમમાં ત્રણ વર્ષ પહેલા 18/2/2018 ના રોજ એક ખેડૂતની હત્યા કરીને રોકડ સહિત લૂંટ કરનાર આરોપી નાસ્તો ફરતો હતો. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બયડા ગામમાં રહેતા પારસીંગ જેતુભાઈ આદિવાસીને પકડવા પોરબંદર એલસીબી ટીમ મધ્યપ્રદેશ ગઈ હતી. એલસીબીના PSI એન.એમ.ગઢવી અને ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા જાણવા મળ્યું હતું કે, આરોપી તેના વતનમાં જ છે. આમ પોરબંદર પોલીસે ઓળખ છુપાવી સ્થાનિક પ્રજા જેવો પહેરવેશ (લૂંગી અને શર્ટ) પહેરીને બે દિવસ અને રાત્રિ રોકાણ કર્યું હતું. આરોપીનું રહેણાંક મકાન શોધી કાઢી સ્થાનિક બાતમીદારની મદદ લઈને આરોપીની ઓળખ મેળવી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી એ ગુનો કર્યાની કબૂલાત આપી હતી.

પોરબંદર જિલ્લામાં ટોપ ટેન આરોપીઓના લિસ્ટમાં સામેલ શખ્સને પોલીસે વેશ પલટો કરી મધ્યપ્રદેશથી ઝડપ્યો

ગુજરાત અને મધ્યપ્રદેશમાં આરોપી અનેક ગુનાઓ સંકળાયેલા છે

મધ્યપ્રદેશથી ઝડપાયેલા આરોપી પારસિંગ જેતુ અજનાર આદિવાસી ભીલ સામે 18/ 2/18 ના રોજ બગવદર પોલીસ સ્ટેશન તથા 25/ 4/ 2013 ના રોજ મોરબી ટંકારા પોલીસ સ્ટેશન તથા 31/ 5/ 2014 ના રોજ મોરબી ટંકારા પોલીસ સ્ટેશન, 17/ 7/ 2014 ના રોજ મોરબી ટંકારા પોલીસ સ્ટેશન અને 25/2/2014ના રોજ ગોંડલ પોલીસ સ્ટેશન તથા નવચાર 2014ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ અલગ-અલગ બે પોલીસ સ્ટેશનના આરોપી વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં તેની સાથે જોડાયેલા અન્ય શખ્સોના નામ ખુલે તેવી શક્યતાઓ છે.

ખેત મજૂર તરીકે રહીને અન્ય ખેતરમાં લૂંટ અને મર્ડર

મધ્યપ્રદેશથી ઝડપાયેલા આરોપી સાથે અન્ય શખ્સો પણ હતા. જેઓ ખેત મજૂર તરીકે ખેતરમાં રહી આસપાસના ખેતરના માલિકને જ ટાર્ગેટ બનાવતા અને લૂંટ કરતા આમ અનેક સ્થળો પર આ આરોપીએ લૂંટ કરી હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારે લૂંટ વિથ મર્ડર કરનાર એક ટોળકી સક્રિય છે કે કેમ તે તપાસ બાદ જાણાવા મળશે, તેમ SP રવિ મોહન સૈનીએ મીડિયાને જણાવ્યું હતું. આ કામગીરીના પોરબંદર એલસીબીના PI એન રબારી , PSI એન.એમ. ગઢવી, ASI રાજુભાઈ જોશી, રામભાઈ ડાકી, જગમાલભાઇ વરુ, રમેશભાઈ જાદવ, બટુકભાઈ વિંઝુડા, હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ આહિર ,ગોવિંદભાઈ મકવાણા, રણજીતસિંહ દયાતર પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ જોષી, દિલીપભાઈ મોઢવાડિયા, ઉપેન્દ્ર સિંહ જાડેજા, કરશનભાઇ મોડેદરા તથા રવિરાજ બારડ, લીલાભાઈ દાસા ,ગોવિંદભાઈ માળીયા વગેરે રોકાયા હતા.

ABOUT THE AUTHOR

...view details