- ખાંભોદર ગામેથી ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને રાજકોટ જેલ હવાલે કરાયો
- 25 માર્ચના રોજ ગાંજાના લીલા છોડ સાથે શખ્સ ઝડપાયો હતો
- પોલીસે 3 કિલો 790 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો
પોરબંદરઃ જિલ્લાના ખાંભોદર ગામેથી પોલીસે 25 માર્ચના રોજ કેશુ નાથા ગોઢાણિયાને વાવેતર કરેલા ગાંજાના લીલા છોડ સાથે ઝડપી પાડ્યો હતો, જે શખ્સને રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
શખ્સ વિરુદ્ધ PIT NDPS ACT હેઠળ અટકાયત કરવામાં આવી હતી
જિલ્લામાં પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જે. સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને સૂચના અપાઇ હતી. જે અંતર્ગત પોરબંદર પોલીસ ઇન્સ્પેક્ટર કે. આઈ. જાડેજા તથા SOGના PSI એચ. સી. ગોહિલે તારીખ 25ના રોજ ખાંભોદર ગામેથી કેશુ નાથા ગોઢાણિયાને ગાંજાના લીલા છોડના 3 કિલો 790 ગ્રામના જથ્થા સાથે પકડી લીધો હતો. આ શખ્સ વિરુદ્ધ PIT NDPS ACT હેઠળ અટકાયત કરવામાં આવી હતી, તેમજ શુક્રવારે આરોપી કેસુ નાથા ગોઢાણિયાને રાજકોટ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.