- પોરબંદરમાં જ્વલનશીલ પ્રવાહી LDOનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી
- સહકારી મંડળીના નામે ગેરકાયદે LDOનું વેચાણ થતું હતું
- 5200 લીટર LDOની કિંમત 3,17,200 સાથે વેચાણના સાધન મળી કુલ 5,07,000નો મુદ્દામાલ ઝડપાયો
પોરબંદરઃ જિલ્લા પુરવઠા અધિકારીના સહયોગથી પોરબંદર જિલ્લા પોલીસે સુભાષનગરમાં રેડ પાડતા સાગર મત્સ્યોદ્યોગ સહકારી મંડળી લિમિટેડના નામે ગેરકાયદે LDOનું વેચાણ કરતા શખ્સને 5200 લીટરની કિંમત 3,17,200 સાથે વેચાણના સાધન સાથે કુલ 5,07,000ના મુદ્દામાલ સાથે ઝડપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં ગેરકાયદેસર હથિયારો સાથે 5 શખ્સો રંગેહાથ ઝડપાયા
ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહી વેચનાર શખ્સની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી
પોરબંદરના સુભાષનગરમાં સાગર મસ્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના નામે 51 વર્ષીય નરેન્દ્ર બાબુલાલ શિયાળ પ્રવાહીનું ગેરકાયદે વેચાણ કરતા હતા. નરેન્દ્ર બાબુલાલ શિયાળ તેરે સિનેમા પાસે રહે છે. આ શખ્સ LDOના જવલનશીલ પ્રવાહીનું વેચાણ કરતો હતો. આ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્વથળે પહોંચી નરેન્દ્રને રંગે હાથે ઝડપ્યો હતો. પોલીસે નરેન્દ્રને પકડી પૂછપરછ હાથ ધરી હતી. આ કામગીરીમાં પી.આઈ કે.આઇ.જાડેજા તથા પી.એસ.આઈ એચ.સી.ગોહિલ, તથા એ.એસ.આઈ એમ.એમ.ઓડેદરા, કિશન ગોરણીયા, મહેબૂબ ખાન બેલીમ, સરમણ ભાઈ તથા વિપુલ બોરીચા, સમીર જુણેજા સંજય ચૌહાણ, ગીરીશ વાજા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃબાયો ડીઝલના ગેરકાયદે વેચાણના વિરોધમાં અરવલ્લી પેટ્રોલીયમ એસોસિયેશન ડીઝલની ખરીદી બંધ કરશે