પોરબંદર : આજે ગાંધી નિર્વાણદિન નિમિત્તે(Mahatma Gandhi Death Anniversary) ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે આવેલ કીર્તિમંદિરમાં સર્વ ધર્મ સભા યોજાઈ(Dharma Sabha was held in Kirti Mandir) હતી અને કલેક્ટર સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ તથા નગરજનો પણ ઉપસ્થિત રહી ગાંધીજીના પ્રિય ભજનો ગાઇ બાપુને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
Mahatma Gandhi Death Anniversary : ગાંધીનિર્વાણદિન નિમિત્તે કિર્તી મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી - કીર્તિમંદિર
પોરબંદરમાં આવેલ કીર્તિમંદિર(Kirti Mandir) ખાતે આજે ગાંધીજીના નિર્વાણદિન નિમિતે સર્વ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું(Dharma Sabha was held in Kirti Mandi) હતું.
Mahatma Gandhi Death Anniversary
ગાંધીજીના વિચારો હજુ પણ લોકોમાં જીવંત છે
સર્વ ધર્મ સભામાં ગાંધીજીનું પ્રિય ભજન ''વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...'' ગાવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ગાંધીજીના વિચારો હજુ પણ લોકોમાં જીવંત છે અને દેશમા ભાઈચારો અને સર્વ ધર્મ માં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના વ્યકત કરીને બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પણ વાંચો : Shaheed Diwas 2022 : બારડોલી સત્યાગ્રહ સમયે ગાંધીજીએ સરભોણને શા માટે બનાવી હતી છાવણી...