ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોરખનાથ આશ્રમના મહંત છોટુનાથ બાપુ બ્રહ્મલીન, ભક્તોમાં શોકનું મોજું - ગોરખનાથ આશ્રમના મહંત છોટુનાથ બાપુ બ્રહ્મલીન

પોરબંદર જિલ્લામાં આવેલા ઓડદર ગામ ખાતે ગોરખનાથ મંદિર આવેલું છે.(Mahant Chotunath Bapu dies ) આ મંદિર અતિપ્રાચીન મંદિર છે. જ્યાં ગોરખનાથની પ્રાચીન પ્રતિમા આવેલી છે. આ ગોરખનાથ અથવા ગોરક્ષનાથ 11મીથી 12મી સદીમાં થઈ ગયેલા હિન્દુ નાથ યોગી હતા.

ગોરખનાથ આશ્રમના મહંત છોટુનાથ બાપુ બ્રહ્મલીન, ભક્તોમાં શોકનું મોજું
ગોરખનાથ આશ્રમના મહંત છોટુનાથ બાપુ બ્રહ્મલીન, ભક્તોમાં શોકનું મોજું

By

Published : Dec 26, 2022, 1:35 PM IST

પોરબંદર:પોરબંદર જિલ્લાના ઓડદર ગામે ગોરખ નાથ આશ્રમના મહંત છોટુનાથ બાપુ બ્રહ્મલીન થતા ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તારીખ 24 ડિસેમ્બર માં રોજ સવારે 10 કલાકે નાથ સંપ્રદાય મુજબ બાપુ ને સમાધિ આપવામાં આવશે

મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય:જિલ્લામાં આવેલા ઓડદર ગામ ખાતે ગોરખનાથ મંદિર આવેલું છે. આ મંદિર અતિપ્રાચીન મંદિર છે. જ્યાં ગોરખનાથની પ્રાચીન પ્રતિમા આવેલી છે. આ ગોરખનાથ અથવા ગોરક્ષનાથ 11મીથી 12મી સદીમાં થઈ ગયેલા હિન્દુ નાથ યોગી હતા.(Mahant Chotunath Bapu dies ) તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. જેમાં તેઓ મત્સ્યેન્દ્રનાથના બે મહત્વના પંથમાં એક શૈવ પંથ સાથે સંકળાયેલા હતા, જ્યારે બીજો પંથ ચૌરંગી છે.

ગોરખનાથનું સમાધિ સ્થળ:ગોરખનાથના સમયમાં નાથ સંપ્રદાયનો ખૂબ જ વિકાસ થયેલો છે. ભારતની ઘણી ગુફાઓ ઘણા મંદિરો તેમના નામે છે, જ્યાં કહેવાય છે કે ગોરખનાથ ધ્યાન સાધના કરતા હતા. ત્યારે ભગવાન નિત્યાનંદના કહેવા પ્રમાણે ગણેશપુરી મહારાષ્ટ્રથી એક કિમી દૂર આવેલા વજેશ્વરી મંદિર પાસેનું નાથ મંદિર ગોરખનાથનું સમાધિ સ્થળ છે. આ ગોરખનાથ મંદિરે ગોરખનાથે કલ્પવૃક્ષની નીચે વર્ષો પહેલા તપસ્યા કરી હતી.

ચોવીસ ગુરુ :ઓડદર ગામ ના ગોરખનાથ આશ્રમના મહંત છોટુનાથ બાપુ હતા જેઓ વર્ષોથી અહીં મહંત તરીકે હતા વર્ષો પહેલા ગોરખનાથે અહીં આવેલા કલ્પવૃક્ષ નીચે તપસ્યા કરી હતી. જે ઓડેદરા પરિવારનું ગુરુ સ્થાન છે. જેના અનેક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુ કર્યા હતા અને દરેક પાસેથી ગુણ ગ્રહણ કર્યો હતો. ગુણ ગ્રહણ કરવા માટે અને મોક્ષ મેળવવા માટે ગુરુ કરવામાં આવે છે. સંતો અને ભક્તોની આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવે છે,

ગુરુઓની પરંપરા:દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ઓડદર ગામમાં આવેલા આ ગોરખનાથ મંદિરે (wave of mourning among devotees )મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને મહાપ્રસાદ મેળવે છે. શાસ્ત્રોમાં તેનું નામ કલ્પવૃક્ષ છે, આ જ પ્રકારનું વૃક્ષ રાજસ્થાનમાં પણ આવેલું છે જ્યાં સરકાર દ્વારા આ વૃક્ષને ખાસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે.આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમના પૂર્વના ગુરુઓ મનાય છે. એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ અને અન્ય છ ગુરુઓની પરંપરામાં માને છે. પરંતુ હાલના પ્રચલિત વિચાર પ્રમાણે આદિનાથની ઓળખ ભગવાન શિવ તરીકે અને તેમને સીધા મત્સ્યેન્દ્રનાથના ગુરુ તથા મત્સ્યેન્દ્રનાથને ગોરખનાથના ગુરુ તરીકે મનાય છે .ગોરખનાથ આશ્રમ ના મહંત છોટુનાથ બાપુ બ્રહ્મલીન થતા બાપુના અંતિમ દર્શન માટે ભક્તો ના ઘોડાપુર ઉમટયા છે 24 ના રોજ સવારે છોટુનાથ બાપુ ને સમાધિ આપવામાં આવશે .હાલ ભક્તો દ્વારા અખંડ રામધૂન ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details