પોરબદરઃ મધ્ય પ્રદેશના ખરગોનથી પોરબંદર યાત્રાએ નીકળેલા સોનલ ટ્રાવેલ્સની ખાનગી બસમાં 30 વર્ષની મહિલા યાત્રીકે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ કરી હતી. જેમા જણાવ્યું હતું કે, ગત રાત્રિના 10.15 કલાકે પોતે નશાની હાલતમાં હતી. તે દરમિયાન છોટા ઉદ્દયપુર જિલ્લાના એક ઢાબા પર બસ ઉભી હતી.
MPની યાત્રાળુ મહિલા પર બસ ચાલક અને ક્લિનરે આચર્યુ દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ - Porbandar Ranavav News
રાણાવાવમાં યાત્રાળુઓ ભરેલી બસમાં એક મહિલા યાત્રિકે તેમના પર દુષ્કર્મ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. છોટા ઉદયપુરમાં ઢાબા પાસે બસ ઉભી રાખી બસ ચાલક અને ક્લિનરે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
મધ્ય પ્રદેશની યાત્રાળુ મહિલા પર બસ ચાલક અને કીલીનડરે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ
તે દરમિયાન અન્ય યાત્રાળુઓ નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા અને તકનો લાભ લઇને બસ ચાલક નાના અને ક્લિનર કપિલે મહિલાને બસની કેબિન પર લઈ જઈને વારંવાર દુષ્કર્મ કર્યુ હતુ. મહિલાએ રાણાવાવ પોલીસને સમગ્ર બાબતની જાણ કરતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
Last Updated : Feb 20, 2020, 9:07 PM IST