ગુજરાત

gujarat

ETV Bharat / state

Madhavpur Fair 2022 : કેન્દ્રીય પ્રધાને અરવિંદ રૈયાણીને કહ્યા મુખ્યપ્રધાન, બીજો શું બફાટ કર્યો જુઓ - પોરબંદરનો માધવપુર મેળો

માધવપુરના મેળામાં (Madhavpur Fair 2022) સી.આર.પાટીલ બાદ કેન્દ્રીય પ્રવાસન પ્રધાનની પણ જીભ લપસી છે. કેન્દ્રીય પ્રવાસન પ્રધાને સી.આર.પાટીલનું સંબોધનમાં (Madhavpur Fair 2022 G. Kishan Reddy Speech) નામ ભૂલ્યા હતા. અવારનવાર જીભ લપસતા લોકોએ કહ્યું જીભ લપસણા કાર્યક્રમ. જૂઓ શું કહ્યું પાટીલ ભાઉને કેન્દ્રીય પ્રવાસન પ્રધાને..

Madhavpur Fair 2022 : કેન્દ્રીય પ્રધાને અરવિંદ રૈયાણીને કહ્યા મુખ્યપ્રધાન, બીજો શું બફાટ કર્યો જુઓ
Madhavpur Fair 2022 : કેન્દ્રીય પ્રધાને અરવિંદ રૈયાણીને કહ્યા મુખ્યપ્રધાન, બીજો શું બફાટ કર્યો જુઓ

By

Published : Apr 12, 2022, 10:01 AM IST

Updated : Apr 12, 2022, 10:24 AM IST

પોરબંદર : પોરબંદરના માધવપુર 10 એપ્રિલથી રાષ્ટ્રીય કક્ષાનો (Madhavpur Fair 2022) મેળો શરૂ થયો છે. ત્યારે બીજા દિવસે ત્રિપુરાના મુખ્યપ્રધાન તેમજ કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડી અને ભાજપના ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્પીચ આપતી વેળાએ સી.આર. પાટીલે સ્પીચમાં શ્રી કૃષ્ણના લગ્ન રુકમણીને બદલે સુભદ્રા સાથે થયા હોવાનો ભાંગરો વાટ્યો હતો. જે બાદ કેન્દ્રીય પ્રવાસન પ્રધાની પણ જીભ ગોથા (Madhavpur Fair 2022 G. Kishan Reddy Speech) મારવા લાગી હતી.

કેન્દ્રીય પ્રધાને અરવિંદ રૈયાણીને કહ્યા મુખ્યપ્રધાન

આ પણ વાંચો :Madhavpur Fair 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુક્યો

ગુજરાતના મુખ્યપ્રધાન અરવિંદ રૈયાણી - સી.આર. પાટીલના સંબોધને લોકોને આશ્ચર્ય ચકિત કર્યા બાદ કેન્દ્રીય પ્રવાસન પ્રધાનની જીભ હલબલવા લાગી હતી. કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી. કિશન રેડી સી.આર. પાટીલને પટેલ તરીકે (Union Minister G. Kishan Reddy in Madhavpur)સંબોધન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે અરવિંદ રૈયાણી હોવાનું બોલી ગયા હતા. આ સાથે કાર્યક્રમમાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ પણ વાંચો :Madhavpur Fair 2022 : માધવપુરના મેળામાં પાટિલ ભાઉની લપસી જીભ, જાણો શું બોલી ગયા?

એક કાર્યક્રમમાં બે વાર જીભે લોચા માર્યા - ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં લઈને ભાજપની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ત્યારે ભાજપના નેતા દ્વારા એક જ કાર્યક્રમમાં બે નેતાની જીભ લપસતાં લોકો આશ્ચર્યચકિત થયા તો કેટલાક લોકોના મુખે ઝીણી એવી ખુશી જોવા મળી હતી. માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનો ધાર્મિક અને સાંસ્કૃતિક લોકમેળાને રાષ્ટ્રપતિ રામનાથ (Ramnath Kovid inauguration Madhavpur Fair) કોવિંદે વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેને લઈને લોકોમાં પણ ખૂબ (Madhavpur Mela 2022) ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Last Updated : Apr 12, 2022, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details