ગુજરાત

gujarat

માધવપુર ઘેડના મેળાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પસાર કરવામાં આવશે

By

Published : Dec 28, 2019, 8:01 PM IST

પોરબંદર: માધવપુર ધેડમાં ગત 2 વર્ષથી સરકાર દ્વારા યોજાતા મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભવિષ્યમાં સ્થાયી રોજગારીનું પ્રમાણ વધારવા માટે ઉત્તર-પૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થળોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે.

ETV BHARAT
માધવપુર ઘેડના મેળાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પસાર કરવામાં આવશે

ગુજરાતમાં પોરબંદર નજીક માધવપુર ધેડ ખાતે યોજાતા મેળાનો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. ગત બે વર્ષથી સરકાર દ્વારા 5 દિવસ માટે યોજાતા મેળા માટે વ્યાપક રૂપે આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ઉત્તર-પૂર્વ રાજ્યોના વિકાસ માટે ભારત સરકારના મંત્રાલયના રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહે આ મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

માધવપુર ઘેડના મેળાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પસાર કરવામાં આવશે

ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, ભગવાન કૃષ્ણની ભૂમિ ગુજરાત અને રૂક્ષ્મણીજીની ભૂમિ ઉત્તર-પૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થળોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે. જેના પરિણામે બન્ને રાજ્યની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થશે. જેથી ભવિષ્યમાં સ્થાયી રોજગારીના અવસરો પણ ઊભા થશે.

મુખ્યપ્રધાને કૃષ્ણ રૂક્ષ્મણીજીના સ્થાન તેમજ પ્રાચીન અર્વાચીન સંસ્કૃતિના આપસી આદાન-પ્રદાનથી યુવાપેઢીને માહિતગાર કરવા અને તેની સમજ અપાવવા માટે સમગ્ર કાર્યક્રમ કરવા રાજ્યના પ્રવાસન વિભાગને દિશા નિર્દેશ પણ કર્યો છે. આ મેળાને વ્યાપક સ્તરે પ્રચાર પ્રસારથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે અને ગુજરાત ઉત્તર-પૂર્વીય રાજ્યની કલા સંસ્કૃતિનો વૈભવ વારસો માણવાની તક પણ મળશે.

ABOUT THE AUTHOR

...view details