માધવપુરમાં ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે, આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીંનું ઓશો આશ્રમ પણ રળિયામણું સ્થળ છે, તો વિશ્વમાં ક્યાંય પણ ન જોવા મળે તેવો દરીયા કિનારો માધવપુરમાં છે. પ્રવાસન વિભાગ દ્વારા આ જગ્યાએ ભવ્ય મેળો અને બીચ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે, પરંતુ બીચ પર શૌચાલય ન હોવાથી મહિલાઓ સહિત અનેક લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી પ્રવાસીઓ દ્વારા માધવપુર બીચ પર એક શૌચાલય, ડ્રેસ બદલવા ચેન્જિંગ રુમ અને પીવાના પાણીની સુવિધા આપવાની માગ કરી રહ્યા છે.
ગુજરાતની શાન માધવપુર બીચ અનેક સુવિધાઓથી વંચીત - ll serve
પોરબંદરઃ શહેરની નજીકનું સૌથી રળિયામણું શહેર અને કૃષ્ણ-રુક્મણીનું વિવાહ સ્થાન માધવપુરમાં ત્રણ કિ.મી.નો રળિયામણે દરિયા કિનારોં અહીંની શોભા વધારે છે. આ પાવન ભૂમિ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોજ અને મસ્તી કરવા આવે છે, પરંતુ આ સુંદર જગ્યા પર એક પણ શૌચાલય ન હોવાથી પ્રવાસીઓ શૌચાલય બનાવવાની માગ કરે છે.
માધવપુર બીચ
સરકાર દ્વારા માધવપુર બીચને વિકસાવવા માટે વાઇબ્રન્ટ સમીટમાં પણ અનેક MOU પણ કરવામાં આવ્યા છે. ત્યારે માધવપુર બીચને વિકસાવવા માટે અનિલ અંબાણીએ પણ MOU સાઈન કર્યા હતા, પરંતુ બીચ પર કોઈ પણ પ્રકારનો ખાસ વિકાસ થયો નથી તેમ પ્રવાસીઓનું કહેવું છે. જો અહીં સુવિધાઓ વધારવામાં આવે તો વધુ પ્રમાણમાં પ્રવાસીઓ બીચની મુલાકાતે આવે તો, માધવપુર ગામના લોકો સહિત પોરબંદર જિલ્લાના લોકોને આર્થિક રીતે ધંધા રોજગારમાં મદદરૂપ થઈ શકે તેમ છે.