પોરબંદર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 10 એપ્રિલ 2022ના રોજ માધવપુર સાંસ્કૃતિક મેળા (Madhavpur Fair 2022)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાના સમાપન બાદ ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિર્દેશાલયના નેતૃત્વ હેઠળ જામનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટર (Jamnagar NCC Group Headquarters) દ્વારા 16 એપ્રિલ 2022ના રોજ માધવપુર બીચ (Madhavpur Beach Gujarat) ખાતે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવશે.
લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો:રમણીય માધવપુર બીચ પર શૌચાલય જેવી સુવિધાનો અભાવ
લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આયોજન- પોતાના લાંબાદરિયાકાંઠા માટે પ્રખ્યાત ગુજરાતના સૌથી લોકપ્રિય અને કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવેલા બીચમાંથી એક માધવપુરનો બીચ છે. આ કવાયત NCC દ્વારા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત સમુદ્રકાંઠા-બીચ અભિયાન (Plastic Garbage Free Beach Campaign)ના ભાગરૂપે છે. આ વિસ્તારોને સ્વચ્છ રાખવાના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પુનિત સાગર અભિયાન 2022નો પ્રારંભિક તબક્કો- પુનિત સાગર અભિયાન (punit sagar abhiyan 2022)નો ઉદ્દેશ સ્વચ્છ સમુદ્રકાંઠા-બીચના મહત્વનો સંદેશો સ્થાનિક લોકોમાં ફેલાવવાનો છે. પુનિત સાગર અભિયાન 2022નો પ્રારંભિક તબક્કો રાષ્ટ્રીય સમુદ્ર દિવસને (National Sea Day 2022) એકરૂપ, 1થી 5 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતની શાન માધવપુર બીચ અનેક સુવિધાઓથી વંચીત
કચરો રિસાઇકલિંગમાં અપાશે- આ મહત્વપૂર્ણ સફાઇ કવાયત ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિર્દેશાલયના અધિક મહાનિર્દેશક મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વમાં 16 એપ્રિલ 2022ના રોજ 8.30 કલાકે શરૂ કરવામાં આવશે. માધવપુર બીચ ખાતે 200 કેડેટ્સ, 05 એસોસિએટ NCC અધિકારી (ANO), 10 PI સ્ટાફ, 30 NCC ભૂતપૂર્વ સભ્યો સાથે પોરબંદરના SDM, પોરબંદરના SP, પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (porbandar municipal corporation)ના પ્રતિનિધિઓ, દત્તક લેવામાં આવેલા ગામ ધમરપુરાના સરપંચ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહીને આ કવાયતને વધુ શાનદાર બનાવશે. કેડેટ્સ દ્વારા એકઠો કરવામાં આવેલો કચરો નિકાલ અને રિસાઇકલિંગની કામગીરી માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવમાં આવશે.