પોરબંદર: વિશ્વભરમાં કોરોનાવાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે, ત્યારે આ મહામારીથી બચવા માટે ભારત દેશમાં પણ સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં સરકારને સામાજિક સંસ્થાઓ દ્રારા દાન કરવામાં આવી રહ્યું છે. જે ગરીબ લોકોને મદદ સ્વરૂપે આપવામાં આવશે. જેના ભાગ સ્વરૂપે રાજ્ય સરકારને પોરબંદર નજીકના માધવપુરમાં આવેલા માધવરાય મંદિર ટ્રસ્ટ દ્વારા 1.51 લાખનું દાન કરવામાં આવ્યું છે
માધવપુરના માધવરાય મંદિર ટ્રસ્ટ દ્વારા રાજય સરકારને દોઢ લાખનું દાન આપ્યું - કોરોના લોકડાઉન
માધવપુરના માધવરાય મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારને મહામારીમાં પહોંચી વળવા માટે દોઢ લાખનું દાન કરવામાં આવ્યું છે.
માધવપુરના માધવરાય મંદિર ટ્રસ્ટ દ્વારા રાજય સરકરને દોઢ લાખનું દાન આપ્યું
પોરબંદર નજીકના માધવપુરમાં આવેલા માધવરાયનું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો આ સ્થળે વિવાહ યોજાયો હતો. દર વર્ષે માધવપુરમાં આ લગ્ન તિથિ સમયે ઉજવણી કરવામાં આવે છે અને પાંચ દિવસનો મેળો ભરાય છે, પરંતુ હાલ કોરોનાવાયરસની અસરના કારણે આ લગ્નોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે, ત્યારે તમામ સંસ્થાઓ સરકારને મદદરૂપ થવા આગળ આવી રહી છે અને માધવરાય મંદિર ટ્રસ્ટ દ્વારા પણ 1.51 લાખનું દાન મુખ્યમંત્રી રાહત ફંડ કરવામાં આવ્યું છે.