ગુજરાત

gujarat

ETV Bharat / state

કુતિયાણાના ATMમાં ગંદકીએ માજા મૂકી - porbandar news

પોરબંદરઃ જિલ્લાના કુતિયાણા શહેરમાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા SBI બેન્કના ATMમાં સાફ-સફાઈ યોગ્ય સમયે કરવામાં આવતી ન હોવાથી રૂપીયા ઉપાડવા જતા ગ્રાહકોમાં ATMમાં ગંદકી જોઈને રોષ જોવા મળ્યો હતો.

ATMમાં ગંદકી

By

Published : Aug 6, 2019, 5:21 AM IST

પોરબંદરના કુતિયાણામાં રૂપિયા ઉપાડવા માટે ATMમાં ગંદકી જોઇને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે ATMમાં પોદરો જોવા મળતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. વરસાદની સિઝનમાં અનેકવાર ATM માં ગંદકી જોવા મળે છે અને રાત્રીના સમયે ATMમાં ઢોર ઘુસી જવાનું પણ જણાઈ આવ્યું હતું. જ્યારે બેંકોના એટીએમ નિયમિત રીતે સાફ સફાઈ રાખવા માટે લોકોએ SBI બેંકના મેનેજરને અપીલ કરી હતી.

કુતિયાણાના ATMમાં ગંદકી

ABOUT THE AUTHOR

...view details