ગુજરાત

gujarat

ETV Bharat / state

Lok Sabha Election 2023 : પોરબંદરમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગ્યા, કોંગ્રેસે જાણી કાર્યકર્તાઓના મનની વાત

પોરબંદરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંવાદ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સંગઠનને મજબૂત કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે આ કાર્યક્રમ કંઈક અલગ જ હતો, જેમાં પહેલીવાર ભાષણના બદલે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી તેમના મનની વાત જાણવામાં આવી હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 6:51 AM IST

Lok Sabha Election 2023

પોરબંદર : યોજાયેલા કોંગ્રેસ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પરેશ ધાનાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, ગાંધીભૂમિ જેને હિન્દુસ્તાનમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની આગેવાની લીધી હતી. તે ભૂમિ પર આજે આધુનિક અંગ્રેજોના અત્યાચારથી ભારતની પ્રજા ત્રાહિમામ છે. ત્યારે બીજી આઝાદીની લડાઈ પોરબંદર થી શરૂ થશે અને પ્રદેશ કોંગ્રેસની લોકસભા વાઇઝ આગેવાનોને જવાબદારી આપવામાં આવી છે. આ સંદર્ભે કાર્યકર્તાઓના સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યકર્તાઓની વાતો સાંભળવામાં આવી : પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાષણ નહીં પરંતુ કાર્યકર્તાઓની મનની વાત સાંભળી એ તરફ પાર્ટીના સંગઠનને સશક્તિકરણ આપવા કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે. પ્રદેશ અને જિલ્લા સ્તરનું સંગઠન સંગઠન હવે તાલુકા સુધી મજબૂત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ પાલિકાના વોર્ડ વાઇઝની રચના થશે. કોંગ્રેસ પક્ષ સૌનો છે તેવી અનુભૂતિ થાય અને સમાનતા અને સદભાવનાના પાયા પર કોંગ્રેસ પક્ષ હંમેશા વિચારે છે અને દેશને આ વિચારોથી જ આઝાદી અપાવી હતી. કોંગ્રેસ પક્ષ સૌનો છે એવો અહેસાસ પણ સંગઠનમાં થવો જોઈએ. તમામ નાના જાતિ વર્ગના સમૂહને સંગઠનમાં માન સન્માન જાળવવાય તેવી વ્યવસ્થા તરફ કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત સહિત ભારતમાં કોંગ્રેસ પક્ષ દેશમાં સત્તા પરિવર્તનથી નવી કેડી કંડારશે.

  1. Lok Sabha Elections : લોકસભાની ચૂંટણી પહેલા મહિલાઓને પક્ષ તરફ ખેંચવા ભાજપનું કમલ મિત્ર અભિયાન
  2. Lok Sabha Election : એક દિવસીય કાર્યશાળાના આયોજનમાં પાટીલ ભાઉની કાર્યકર્તાઓને ટિપ્સ

ABOUT THE AUTHOR

...view details