પોરબંદર : લોહાણા સમાજના વીરદાદા જશરાજ જીવનભર ગાયો માટે લડયા હતા. તે જ્યારે પરણવા જતા હતા. તે સમયે વિધર્મીઓ ગામની ગાયોને વારી જતા હતા. તે સમયે તે વરરાજામાં વેશમાં હતા અને લગ્ન મંડપ છોડી ગાયોને બચાવવા દોડી ગયા હતા. તેમજ વિધર્મીઓ સાથે ધીંગાણું કર્યું હતું. જેમાં દાદા જસરાજનું મૃત્યુ થયું હતું.
લોહાણા યુવા સેના દ્વારા વીરદાદા જશરાજના શૌર્યદિન નિમિતે 201 કિલો લોટની રોટલીનું ગાયોને કરાયું દાન - લોહાણા સમાજ
22 જાન્યુઆરીના દિવસને લોહાણા સમાજના શૂરવીર વીરદાદા જશરાજના શૌર્યદિન નિમિત્તે પોરબંદરના લોહાણા યુવા સેના દ્વારા 201 કિલો લોટમાંથી રોટલી તથા 101 કિલો ઘઉં અને ગોળના લાડવા બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.
લોહાણા
આમ દાદા જસરાજના શૌર્યદિન નિમિત્તે લોહાણા યુવા સેના દ્વારા 101 કિલો લોટની રોટલી બનાવવવામાં આવી હતી અને લાડુને ઠેર-ઠેર ભૂખી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.