લોકડાઉન-4: પોરબંદરમાં તમાકુ અને બજર લેવા માટે મહિલાઓ ઉમટી પડી - ઓડ ઇવન ફોર્મ્યુલા
લોકડાઉન 4ના નવા નિયમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે પોરબંદરમાં પણ પાન ગલ્લાની છૂટ મળવાના સમાચારથી લોકો ખુશ થઈ ગયા હતા, પરંતુ જથ્થા બંધ વેપારી દ્વારા હજુ કોઈ પ્રકારના તમાકુના માલસામાનનું વેચાણ ન કરવામાં આવતા છૂટક વેપારીઓ સુધી તમાકુ પહોંચી શક્યું નહતું આથી મોટા ભાગના તમાકુના વ્યસની લોકોમાં નિરાશા જોવા મળી હતી.
પોરબંદરમાં તમાકુ અને બજર લેવા મહિલાઓ ઉમટી
પોરબંદરઃ શહેરમાં વહેલી સવારમાં જ બજર અને તમાકુના વેપારીને ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં બજર લેવા ઉમટી પડી હતી અને વધુ મહિલાઓ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ પહોંચી ગઇ હતી.