ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન 4ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ - loakdown 4 effect in porbandar

પોરબંદરમાં લોકડાઉન 4ની અસર હેઠળ ગ્રીન ઝોનમાં આવેલા પોરબંદરમાં બે દિવસ પહેલા ઓડ ઇવન ફોર્મ્યુલા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ વેપારીઓના વિરોધ અને ગ્રાહકોમાં રોષને કારણે રાજ્ય સરકાર દ્વારા ઓડ ઇવન ફોર્મ્યુલા રદ કરવામાં આવી છે. જેનો વેપારીઓએ સ્વીકાર કર્યો છે અને ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

લોકડાઉન 4ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ
લોકડાઉન 4ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ

By

Published : May 22, 2020, 2:25 PM IST

પોરબંદરઃ શહેરમાં કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાંથી ત્રણ પોઝિટિવને સારવાર થયા બાદ નેગેટિવ રિપોર્ટ આવતા આ ત્રણેયને રજા આપવામાં આવી છે. અત્યારે જિલ્લામાં કુલ બે એક્ટિવ કેસ છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં બસ સેવા શરૂ થઇ જતા મુસાફરોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે પાન બીડી અને બજર માટે મુક્તિ આપવામાં આવતા વ્યસની લોકોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે.

લોકડાઉન 4ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ
પોરબંદરમાં સુદામાપુરી વિસ્તારમાં મોટા ભાગના રિક્ષાચાલકોએ નિરાશા વ્યક્ત કરી હતી. કારણ કે લોકડાઉનને કારણે પ્રવાસન વિભાગ હોય અને પ્રવાસીઓને પોરબંદર આવતા ન હોવાથી રોજીરોટી પર અસર પડી છે. અને લોકડાઉનના કારણે રિક્ષામાં માત્ર બે લોકોને બેસવાની મંજૂરી આપવામાં આવી હોવાથી પહેલા હવે અડધી કમાણી મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details