ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર શહેરના વૉર્ડ નમ્બર-2ના સ્થાનિકોએ જણાવી પોતાના વોર્ડની સમસ્યા - ETV ભારત વૉર્ડ ચૌપાલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેવા સમયે પોરબંદર જિલ્લામાં વોર્ડ નંબર-2ના રહીશો પોતાની સમસ્યાઓ ETV ભારત સમક્ષ રજૂ કરી હતી.

વૉર્ડ ચોપાલ
વૉર્ડ ચોપાલ

By

Published : Feb 9, 2021, 1:48 PM IST

  • પાણી પીવાના પાણી ભૂગર્ભ ગટરનાપાણી ભળ્યા
  • પુલ નીચે બાગ બગીચાઓ બનાવવા માગ
  • આર્થિક સમૃદ્ધિ માટે મહિલા ઉદ્યોગ લાવવા અંગે મહિલાઓએ કરી માગ

પોરબંદર: ચૂંટણી લોકશાહીનો પર્વ છે અને પાંચ વર્ષ બાદ ચૂંટાયેલા નેતાઓની કામગીરીના લેખાજોખા કરવાનો સમય છે. નેતાઓ ચૂંટણી સમયે વાયદાઓ કરીને લોકો પાસેથી મત મેળવે છે. પરંતુ ચૂંટણી પછી સમસ્યાનું નિરાકરણ આવ્યું છે કે નહીં તે અંગે પોરબંદર નગરપાલિકા વોર્ડ નંબર 2માં ETV ભારતે લોકોને પૂછતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રસ્તાઓ પાણી અને લાઈટની સમસ્યા મહદંશે નિવારવામાં આવી છે પરંતુ ભૂગર્ભ ગટર બનાવવામાં કચાસ હોય તેમ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોવાનું લોકોએ જણાવ્યું હતું. તો આ વિસ્તારમાં ગંદકીની સમસ્યા નહીવત પણે જોવા મળી હતી. ઉપરાંત, પોસ્ટ અને હોસ્પિટલ જેવી સુવિધા દૂર હોય અને પુલ નીચે બાગ બગીચા સુવિધાઓ તથા મહિલાઓને ગૃહ ઉદ્યોગ આપવાની લોકમાંગ કરી હતી.

પુલ નીચે બાગ બગીચાઓ બનાવવા માગ
પુલ નીચે બાગ બગીચાઓ બનાવવા માગ
ગામતળ વિસ્તારનો સમાવેશ વોર્ડ નંબર 2માં...

વોર્ડ નમ્બર બેમાં પંચાયત કચેરી સામેનો ગામ તળ વિસ્તાર, કોળીવાડ વિસ્તાર તથા જૂના ગામ તળ વિસ્તાર નરસંગ ટેકરી, રબારી કેડો, આંબેડકર નગર, નવાપરા-જુનાપરા નો વિસ્તાર આવીને આરાધનાધામ, શ્રી રામ પાર્ક તથા રવિ પાર્ક સોસાયટીના વિસ્તાર, મારુતિ પાર્ક તથા શિવમ પાર્ક વાડી વિસ્તાર, રમણ પાર્ક તથા શ્રીજી પાર્ક વિસ્તાર,શીતલ પાર્ક તથા સુરૂચી સ્કૂલ ખોડિયાર નગર, ગીતા નગર તથા વાડી વિસ્તારમાં આવીને અગ્નિ ખૂણેથી વળીને મીરાનગર, પારસ નગર તથા ગાંધી પાર્ક વિસ્તારના આવરીને ચૂનાના બટા, ખાડી વિસ્તાર તથા ખાડી મેદાન વિસ્તાર અને રેલ્વે લાઈનની સમાંતર ચાલી આર્યકન્યા ગુરૂકુળની ઓફિસ તથા ક્વાર્ટર તથા ગાર્ડન વિસ્તાર અને આદીત્યાંણા રોડથી વાડી વિસ્તાર પંચાયત કચેરી સામેનો ગામતળ વિસ્તાર સુધીનો નગરપાલિકામાં સમાવેશ થતો વિસ્તાર છે .

સ્થાનિકોએ જણાવી વોર્ડની સમસ્યા

ABOUT THE AUTHOR

...view details