- નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી પોરબંદરની 5 ફિશિંગ બોટના લાયસન્સ રદ કરાશે
- માછીમારો વધુ માછલી મેળવવા માટેની લાલચમાં નો ફિશિંગ ઝોનમાં જતા રહે છે
- પોરબંદરની જ પાંચ બોટના લાયસન્સ રદ કરાશે
- લાયસન્સ રદ કરવાની કામગીરી મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા હાથ ધરાઈ છે
પોરબંદરઃ ભારતીય જળ સીમા પર અનેક વાર માછલી મેળવવાની લાલચે ભારતીય માછીમારો સીમાની બહાર જતા રહેતા હોય છે. ત્યારે મત્સ્યોદ્યોગ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. ભારતીય જળ સીમા નજીક નો ફિશિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઝોનમાં માછીમારી કરતી પાંચ બોટ મત્સ્યોદ્યોગના નજરે આવી છે. એટલે હવેપ પોરબંદરની આ પાંચ બોટના લાયસન્સ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એપ્રિલથી અત્યાર સુધીમાં 26 ફિશિંગ બોટ સામે કાર્યવાહી થઈ