પોરબંંદરઃ "મારો જુવાન જોધ દિકરો સાત મહિનાની અને એક દિકરી બે વર્ષની એમ બે દિકરીઓને મુકીને સ્વર્ગે સિધાવ્યો અને જતી જીંદગીએ મારા પર દુખ આવવાની સાથે આ બે દિકરીઓની જવાબદારી તેની માતાએ પુન: લગ્ન કરી લેતા આવી અને આ દુખમાં ગુજરાત સરકારની યોજના મારા માટે જીવનનો ટેકો બની છે. એમાય લોકડાઉનમાં ઘરમાં પૈસા ન હતા ત્યારે મહિને 6 હજાર બેન્કના ખાતામાં સરકાર જમા કરાવતા મને આ રકમ ૫ લાખ જેવી લાગે છે.” આ શબ્દો છે પોરબંદરમાં રેકડી ચલાવીને પેટીયુ રડતા ગૌરીબેન પરમારના...
માનવીય સંવેદનાને ઝંક્રૃત કરે એવા આ બનાવની વાત એવી છે કે, પોરબંદરના પછાત ખાડી ઝુંડાળા વિસ્તારમાં રહેતા 68 વર્ષના ગૌરીબેન પરમાર રેકડી ચલાવીને તેના 90 વર્ષના માતા અને મા-બાપ વિહોણી 5 અને 7 વર્ષની બે માસુમ પૌત્રીઓ સહિત પરિવાર જનોનુ ગુજરાન ચલાવે છે. 4 વર્ષ પહેલા તેના પુત્રનું મૃત્યુ થયુ ત્યારે સાત મહિનાની પૂર્વા અને બે વર્ષની સવિતા (નામ બદલાવેલ છે) ની જવાબદારી પણ માથે આવી. કારણ કે આ દિકરીની માતાએ પણ પુન: લગ્ન કરી લીધા હતા. આવી સ્થિતિમાં વૃધ્ધ ઉમરે પરિવારનું પાલન પોષણ નબળી આર્થિક સ્થિતિમાં કરવુ મુશ્કેલ હતુ.
પાલક માતા-પિતા યોજનાના લાભાર્થી ગૌરી બેનની જાણીએ કહાની... - પરોબંદર પાલક માતા પિતા યોજન ા
પોરબંદર જિલ્લામાં લોકડાઉનમાં નોધારા બાળકોને સાચવતા 212 વાલીઓને પાલક માતા-પિતા યોજના અંતર્ગત 12.19 લાખની સહાય. જેમાંના એક લાભાર્થી ગૌરીબેનની જાણીએ કહાની...
ત્યારે રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજનાની માહિતી દિલિપભાઇ નામના નાના કર્મચારીએ આપતાં ગૌરીબેનને દર મહિને બન્ને દિકરીઓના મળીને કુલ 6000 રૂપિયા બેંકમાં ડાયરેક્ટ ખાતામાં જમા કરવામાં આવે છે.
તાજેતરમાં લોકડાઉનની સ્થિતિમાં માર્ચ અને એપ્રિલ મહિનાની સહાય પેટે નાણા જમા કરવામાં આવતા ગૌરીબેનને રાહત થઇ છે. આજે માહિતી ખાતાની ટીમને ગૌરીબેને આખમાં આંસુ સાથે જણાવ્યુ હતુ કે, 'મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીને અમે અંતરથી આશીર્વાદ આપીએ છીએ. આ લોકડાઉનમાં પૈસાની સંકડામણ હતી ત્યારે આ 6000 રૂપિયા મને 5 લાખ જેવા લાગ્યા છે. ગઇ કાલે હું આ રકમમાંથી ખાદ્ય ચીજ વસ્તુ અને કરીયાણુ લઇ આવી છું. બેંક માથી પૈસા મળ્યા ત્યારે મે મનોમન સરકારનો આભાર માની ભગવાન ગુજરાતનું ભલુ કરે તેવુ જણાવ્યુ હતું. હું આ બે દિકરીઓનું ભવિષ્ય બગડે નહી એ માટે આ ઉંમરે મહેનત કરૂ છું. આ યોજના શરૂ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.'
પોરબંદર જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત કુલ 202 લાભાર્થીઓને એક બાળક દીઠ મહિને 3000 ચુકવવામાં આવે છે. લોકડાઉનની સ્થિતિમાં માર્ચ એપ્રિલ મહિનાની સહાય તરીકે 12.69 લાખ ચુકવવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન 68.72 લાખની સહાય સમાજ સુરક્ષા ખાતા તરફથી આપવામાં આવી છે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.મોરી અને બાળ સુરક્ષા અધિકારી ત્રિભુવન જોષીએ જણાવ્યુ હતું.
પોરબંદર જિલ્લામાં સંવેદના પૂર્વક આ યોજનામાં કામગીરી થઇ રહી છે. કોઇ વાલી વૃધ્ધ હોય કે આવી શકે એમ ન હોય તો ઘણા કિસ્સામાં કાર્યકરો સામે ચાલીને ઘરે ફોર્મ ભરાવી સમાજ સુરક્ષા કચેરીને રજૂ કરે છે. માતા પિતાનું મૃત્યુ થયુ હોય અથવા તો પિતાના મૃત્યુ પછી માતા પુન: લગ્ન કરે તો પણ પાલક વાલીને બાળકના ભરણ પોષણ માટે મહિને 3000ની રકમ આપવામાં આવે છે.