ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો, વાંસળીના સૂરની સાધનાથી કેવી રીતે થાય પરમાત્માની અનુભૂતિ - gujarat news

પોરબંદરઃ વર્તમાન જીવન શૈલીમાં અનેક લોકો તણાવ અને માનસિક રીતે કોઈને કોઈ સમસ્યા ચિંતાથી પીડાતા હોય છે અને લોકો મનોરોગના નિષ્ણાતો પાસે નિયમિત દવા લેતા હોવા છતાં એ રોગમાંથી બહાર નીકળી નથી શકતા અને ઘણાં લોકોને તો તણાવના કારણે ઊંઘ પણ નથી આવતી, પરંતુ જો કોઈ સંગીતનો સહારો લે તો, સંગીતના સુરથી આધ્યાત્મિક રસ્તે વ્યાધી, ઉપાધિ અને તણાવ દૂર થાય છે એવું કહેવું છે. પોરબંદર નજીકના ભારવાડા ગામના કારા ભગતનું આવો જાણીએ કેવી રીતે સુર સાધનાથી તણાવથી દુર રહી શકાય છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 6, 2019, 4:18 PM IST

વર્તમાન સમયમાં માનસિક તણાવની અનેક લોકો ફરિયાદો કરતા હોય છે પરંતુ, પોરબંદરના ભારવાડા ગામે રહેતાં કારા ભગતે બાળપણમાં પોરબંદરના મેળામાંથી વાંસળી ખરીદી હતી અને પોતે જાતે જ શીખી આજે દિવસ-રાત પોતાની પાસે રાખે અને જ્યારે મન કરે ત્યારે વાંસળીના સુર રેલાવે છે. જેમાં નરસિંહ મહેતાની હૂંડી રામાપીરનો હેલો સહિતના ભજનો પણ વગાડે છે. કારા ભગતને વાંસળી વગાડતા જોઈ આસ પાસના લોકો પણ આ વાંસળી સુરથી આકર્ષિત થઈ જાય છે. તો લોકો જ નહીં પણ પક્ષીઓમાં મોર અને કોયલ વાંસળીના સુરમાં પોતાના સુર રેલાવે છે ત્યારે, રાત્રીના સમયે વાંસળી વગાડવાનો અનોખો નીજાનંદ પ્રાપ્ત થાય છે ત્યારે શાંત વાતાવરણમાં પરમાત્માની અનુભૂતિ થાય છે અને વ્યાધિ-ઉપાધિ દૂર રહે છે તેમ કારા ભગત જણાવે છે.

જાણો વાંસળીના સૂરની સાધનાથી પરમાત્માની અનુભૂતિ વિશે

ધર્મ કોઈ પણ હોય પરંતુ તેમાં ખુદા, ભગવાન કે ગોડની બંદગી માટે ભક્તો સંગીતનો સહારો અવસ્ય લે છે. કારણ કે, સુર સાધનાથી જ પરમાત્માની પ્રાપ્તિની અનુભૂતિ થાય છે. કારા ભગતના જણાવ્યા અનુસાર તેઓએ પાછળ પગે ચાલીને દ્વારકાધીશના દર્શને ગયા હતા અને જ્યારે પણ વાંસળી વગાડું ત્યારે દ્વારકાધીશ સાથે હોવાની અનુભૂતિ થાય છે. આમ કારા ભગતે તણાવ માંથી મુક્તિ માટે સંગીતનો સાથ લેવાનો સંદેશ આપ્યો હતો. તો વિદેશમાં મ્યુઝિક થેરાપીથી અનેક મનો રોગીઓને સાજા કરવામાં પણ આવે છે.

ABOUT THE AUTHOR

...view details