પોરબંદર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા પોરબંદર પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલની સુચના તેમજ LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા LCB સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ASI રમેશભાઇ જાદવને મળેલ ચોકકસ હકીકતના આધારે પોરબંદર ડ્રિમલેંન્ડ ટોકીઝ પાસેથી ત્રણ શંકાસ્પદ શખ્સો મળી આવેલ હતા.
પોરબંદરમાં ચોરીઓનો ભેદ ઉકેલતી LCB ટીમ - પોરબંદર LCB PI એમ.એન.દવે
પોરબંદર: શહેરમાં રાત્રીના સમયે દુકાનોના તાળા તોડી ચોરી કરતા ત્રણ તસ્કરોને LCBની ટીમે પકડીને ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો.આ ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તે અન્ય ગુનામાં પણ સંડોવાયેલા છે. LCBની ટીમે ત્રણેયને પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પકડાયેલા ત્રણ શખ્સોની ઝડતીમાંથી એમ.આઇ. કંપનીનો સફેદ-ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન નંગ-૧, તથા રોકડા રૂ.8,500/- મળી આવેલ જે રૂપિયા તથા મોબાઇલ ફોન બાબતે કોઇ આઘાર પુરાવો હોય તો રજુ કરવાનું કહેતા આરોપી પાસે આધાર નહી હોવાનું જણાવેલ તેમજ શખ્સોના નામ પોકેટકોપ એપ્લીકેશનની મદદથી વેરીફાઇ કરતા રાજકોટ શહેરમાં ચોરીના તથા ચીલઝડપના ગુના દાખલ થયેલ હોવાનું જણાઇ આવતું હતું. જેથી કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેયને કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં સોંપી ઉંડાણ પુર્વકની પૂછપરછ કરતા અનેક ચોરીઓની કબુલાત આપી હતી.
આ આરોપીની કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન. I ૪૪/૨૦૧૯, I ૫૫/૨૦૧૯, I ૫૬/૨૦૧૯, I ૫૭/૨૦૧૯ IPC કલમ-૩૮૦વિગેરે મુજબના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ થયેલ છે. આ સમગ્ર કામગીરીમા LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, રામભાઇ ડાકી, બટુકબાઇ વિંઝુડા, મહેશભાઇ શિયાળ, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, દિલીપભાઇ મોઢવાડીયા, રાજુભાઇ જોષી, ઉપેંદ્રસિહ જાડેજા, લખમણભાઇ કારાવદરા, બળદેવગીરી ગોસ્વામી, લીલાભાઇ દાસા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.