ગુજરાત

gujarat

ETV Bharat / state

LCBએ IPL મેચ પર સટ્ટો રમતા ઇસમની કરી ધરપકડ - Betting

પોરબંદરઃ શહેરમાં IPL મેેચ પર બૂકી સક્રિય બન્યા હોવાની બાતમી પોરબંદર પોલીસને મળી હતી. જેમાં એક ભજીયાંનો વેપારી નેટ મારફતે IPLમાં ક્રિકેટ સટ્ટો રમતા રંગે હાથે ઝડપી લીધો હતો.

આરોપી

By

Published : Apr 9, 2019, 5:06 AM IST

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છાંયાચોકી ચાર રસ્તે તારીખ 07 એપ્રિલના રોજ છાયા રોડ પાસે આવેલા રઘુવંશી ભજીયા નામની રેકડી ઉપર દરોડો પાડયો હતો. પોરબંદરનો કમલેશ ઉર્ફે કમલ પ્રભુદાસ લાખાણીએ ગુગલક્રોમ વેબ બ્રાઉઝરમાં પોતાની આઇ.ડી. બનાવી IPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાનરોયલ અને કલકત્તા નાઇટરાઇડર્સ મેચના ખેલાડીઓ વચ્ચે રનફેર તથા ઓવર પર હારજીતનો જુગાર રમતો હતો.

આ અંગે બાતમીના આધારે રંગે હાથ પોલીસે તેને 14650/-ની રોકડ, 10 હજારનો એક મોબાઇલ સહિત 24650/-ના મુદ્દામાલ સાથે તેને ઝડપી લીધો હતો અને આ આઇડીનો પાસવર્ડ અને ક્રિકેટની હારજીતનો રોકડ અંગેનો વહેવાર તેણે કડિયાપ્લોટમાં રહેતા કેતન નટવરલાલ રાઠોડને આપ્યો હોવાનું બહાર આવતા LCBએ તેની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details