ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં બસ સુવિધા શરૂ, પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું - porbandar bus

ભારતમાં કોરોનાની મહામારીની સામે લડવા લોકડાઉન-4 અમલમાં મુકવામાં આવ્યું છે. પરંતુ હવે સરકારે મોટા ભાગની છૂટછાટ આપી છે. જેમાં બસ સુવિધાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના પોરબંદર જિલ્લામાં પણ પ્રવાસી અન્ય શહેરમાં જઈ શકે તે માટેની બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. તમામ પ્રવાસીનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે, બસ સ્ટેન્ડ પર ટિકિટ વિતરણ કરી પ્રવાસીઓને જવા દેવામાં આવે છે.

Porbandar
પોરબંદર

By

Published : May 20, 2020, 5:04 PM IST

પોરબંદર: લોકડાઉન 4 માં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ બસની યાત્રા મંજૂરીમાં નિયમો પાડીને યાત્રા કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પોરબંદર એસટી ડેપો પરથી કુલ 6 બસ દોડશે, જે 12 ટ્રીપ કરશે. પોરબંદર, માધવપુર, કુતિયાણા અને રાણાવાવ સુધી જશે અને સવારે 8 થી સાંજે 6 સુધી આ બસ સુવિધા ચાલુ રહેશે. પરંતુ બરડા પંથકમાં આ બસ સુવિધા શરૂ ન કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. મોટાભાગના ખેડૂતો બરડા પંથકના હોય અને પોરબંદરમાં ખેતી માટે ખરીદી કરવા આવતા જતા હોવાથી તેઓને ખાસ બસની સુવિધાની જરૂર પડે છે. આથી વહેલી તકે આ બસ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

પોરબંદરમાં બસ સુવિધા શરૂ, મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
પોરબંદરના એક વૃદ્ધ મહિલા નર્મદાબેન જે તાવડી વેચીને ગુજરાન ચલાવી રહ્યાં હતા. પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં પરિવારની સ્થિતિ કપરી બની હતી. જેથી તેઓને રૂપિયા કમાવા માટે તાવડીનું વેચાણ કરવું જરૂરી છે. આથી બસ સુવિધા શરૂ થવાના કારણે અન્ય ગામડાઓમાં જઈ તાવડીનું વેચાણ કરી વ્યવસાય શરૂ કરવાથી એક આશાનું કિરણ જાગ્યું છે. તેમણે બસ સુવિધા શરૂ થતાં સરકારનો આભાર માન્યો હતો. આ ઉપરાંત વિધવા સહાય યોજનામાં તેઓને લાભ ન મળતો હોવાનું પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details