ધારાસભ્ય બાબુ બોખિરીયાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યુ કે, પડદા પાછળ રહી કોંગ્રેસ ખારવા સમાજમાં વૈમનસ્ય ફેલાવી રહી છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી રામદેવ મોઢવાડિયા જણાવ્યું છે કે, લોકસભા બેઠક પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા ખારવા સમાજની પંચાયત મઢી ખાતે ખારવા આગેવાનોને મળવા ગયા હતા જે એક પ્રચારની રુટીન પ્રક્રિયા હતી. વધુમાં તેમણે કહ્યુ કે, બાબુ બોખીરીયા માછીમાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. તેમના પ્રત્યે દુરાગ્રહ રાખતા હોવાથી ખારવા સમાજે તેમનો વિરોધ કર્યો હતો, પરંતુ બોખરીયાએ ખારવા સમાજમાં બે ભાગલા પાડી નાખ્યા છે.
બોખરીયાએ ખારવા સમાજના બે ભાગલા પાડી નાખ્યાઃ રામદેવ મોઢવાડિયા - Vijay Rupani
પોરબંદરઃ ગત્ 15મી એપ્રિલના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ખારવા સમાજની રેલી રદ કરવામાં આવી હોવાથી ખારવા સમાજે આ સભાનો વિરોધ કર્યો હતો. જેથી ખારવા સમાજના આગેવાન અને પ્રમુખે આ સભાનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ જ આ રેલી રદ કરાવી છે.
રામદેવ મોઢવાડિયા
હાલમાં પોરબંદરના રાજકારણમાં આ મુદ્દાને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે. તેથી જોવુ રહ્યુ કે, ખારવા સમાજ કઈ પાર્ટી તરફથી મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, ખારવા સમાજના 25 હજારથી વધુ મતદારો પોરબંદર લોકસભા બેઠક પરથી મતદાન કરવાના છે. તેથી જે પક્ષ ખારવા સમાજમાં વિશ્વાસ ઉભો કરી શકશે તેની તરફ આ સમાદ મતદાન કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.