ગુજરાત

gujarat

ETV Bharat / state

રમણીય માધવપુર બીચ પર શૌચાલય જેવી સુવિધાનો અભાવ - madhavpur beach

ભારતના રમણીય માધવપુર બીચ કે, જે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી નજીક આવેલું છે. આ ઉપરાંત માધવપુર એ માધવરાય અને રુક્મણીજીના વિવાહ સમયનું ઐતિહાસિક સ્થળ પણ છે. પરંતુ આ સ્થળ પર કેટલીક જરુરી સુવિધાના અભાવને લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે.

porbandar
porbandar

By

Published : Mar 18, 2020, 10:39 AM IST

પોરબંદરઃ ભારતના રમણીય માધવપુર બીચ કે જે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી નજીક આવેલ છે. તો આ ઉપરાંત માધવપુર એ માધવરાય અને રુક્મણીજીના વિવાહ સમયનું ઐતીહાસિક સ્થળ પણ છે. તેમજ અહીં ઓશો આશ્રમ પણ આવેલો હોવાથી સતત પ્રવાસીઓ આ બીચની મુલાકાત લેવા મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ પ્રાથમિક સુવિધાનો આભાવ હોવાને કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રમણીય માધવપુર બીચ પર શૌચાલય જેવી સુવિધાનો અભાવ
માધવપુરમાં સરકાર દ્વારા દર વર્ષે બીચ ફેસ્ટિવલ પણ યોજવામાં આવે છે. બીચ પર શૌચાલય, બેસવા માટે બેઠક વ્યવસ્થા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જેથી પ્રવાસીઓ દ્વારા સુવિધાની માગ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details