ગુજરાત

gujarat

ETV Bharat / state

વિકટ સમયમાં મદદરૂપ થવા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા આવ્યા લોકોની વ્હારે

કોરોના વાઈરસની વિકટ સમસ્યાથી પરેશાન લોકોને મદદરૂપ થવા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા લોકોની વ્હારે આવ્યા હતા.

કુતિયાણાના ધારાસભ્ય
કુતિયાણાના ધારાસભ્ય

By

Published : Apr 18, 2020, 12:33 PM IST

પોરબંદર: કોરોના વાયરસ જેવી મહામારીમાં અત્યારે ચારેબાજુ પરિસ્થિતિ ખુબજ વિકટ બની ગઈ છે. ત્યારે રોજે રોજ કમાણી કરીને જીવનનું ગુજરાન કરતા લોકો માટે લોકડાઉન ભયંકર સાબિત થઈ રહ્યું છે. ત્યારે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા કુતિયાણા, રાણાવાવ, આદિત્યાણા-અમરદળ, રાણા કંડોરણા, માધવપુર, મુળ માધવપુર ખાતે અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે. તદઉપરાંત જે લોકોને આ સેવાનો લાભ નથી મળી રહ્યો, એના માટે ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા રાશન કીટ બનાવી શ્રવણ ફાર્મ હાઉસથી કાર્યકરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને રાશનકીટની જરૂરીયાત હોય તો ધારાસભ્ય કાંધલ જાડેજા અથવા તેમના કાર્યકરોનો સંપર્ક કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details