ગુજરાત

gujarat

ETV Bharat / state

હોળીમાં જુગારધામ સક્રિય, કુતિયાણામાં 7 જુગારી ઝડપાયા - જુગારીઓ ઝડપાયા

જૂનાગઢમાં ગેરકાયદેસર પ્રવૃતિને નિયંત્રણમાં લેવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી છે, જૂનાગઢ પોલીસે બાતમીના આધારે જુગારીઓ પર દરોડો પાડ્યો હતો અને આરોપીઓને જેલ ભેગા કરી દીધા હતા.

જૂનાગઢમાં કુતિયાણામાં સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા
જૂનાગઢમાં કુતિયાણામાં સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા

By

Published : Mar 10, 2020, 9:46 AM IST

જૂનાગઢઃ રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવા માટે જૂનાગઢ રેન્જ ડી. IG મનીંદર પ્રતાપસિંહ પવાર, પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ તથા Dy.Sp ગ્રામ્ય આર.ડી.જાડેજાની સુચના અને માર્ગદર્શન મુજબ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI કે.એસ.ગરચર તથા કુતિયાણા પોલસના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન બાતમી મળેલ કે ઇસ્વરીયા કેનાલ પાસે લીલા પુજા ભોગેસરાએ રાખેલ વાડીમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા માટે જૂગાર રમાડી અખાડો ચલાવે છે, પોલીસે જાણકારી મળતા જ રેડ કરી હતી તેમાં નીચેના આરોપીઓને કબ્જે લેવામાં આવ્યાં છે.

  1. લીલા પુજા ભોગેસરા
  2. ભરત જીવાભાઇ દાસા
  3. લખમણ નાગાભાઇ ઓડેદરા
  4. પરીક્ષીત ગોવિંદભાઇ કોરડીયા
  5. દેવા અરજનભાઈ વાઢેર
  6. ભુરા મેરામણભાઇ ઓડેદરા
  7. દિલીપ બચુભાઇ દેસાઇ

જ્યારે લીલા પુજા ભોગેસર વાડીના પોતાના મકાનમા બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા માટે જુગારનો અખાડો ચલાવી રહ્યો હતો. પોલીસને ઘટના સ્થળ પરથી કુલ મુદ્દામાલ 1,19,980નો મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂદેધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં જુગારની ધારા મુજબ ગુનો દાખલ કરાયો છે. આ કામગીરીમાં કુતીયાણા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ કે.એસ.ગરચર તથા પો. કોન્સ.નટવર દુદાભાઈ, ભરત ભોજાભાઈ તથા લોકરક્ષક અલ્તાફ હુશેનભાઈ, નિલેશ સરમણભાઈ અને બાકીનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

ABOUT THE AUTHOR

...view details