- વર્ષ 2018માં ફરિયાદીએ કાંધલ જાડેજા સામે નોંધાવી હતી ફરિયાદ
- 3 વર્ષ પહેલા ફરિયાદીને ધમકી આપવાના ગુનામાં નોંધાઈ હતી ફરિયાદ
- કોર્ટમાં બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા
આ પણ વાંચોઃસોશિયલ મીડિયામાં ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, પોરબંદરના SPને રજૂઆત કરાઇ રજૂઆત
પોરબંદરઃ પોરબંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાતા કોર્ટ સમક્ષ ટ્રાયલ ચાલી હતી, જેમાં ફરિયાદીએ આરોપીઓ સામે પૂરતા પૂરાવા હોવાનું જણાવ્યું હતું. તો બચાવપક્ષના વકીલે જણાવ્યું કે, તમામ પુરાવા ગુનો સાબિત કરવામાં નિષ્ફળ છે. પૂરાવા અને નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ સાથે જ કાંધલ જાડેજાએ કોઈને અપશબ્દો નહતા કીધા અને ધમકી પણ નહતી આપી. કોર્ટે બન્ને પક્ષોની દલીલો અને રકોર્ડનો પૂરાવો ધ્યાનમાં રાખી કુતિયાણાના ધારાસભ્ય તથા અન્યોને નિર્દોષ જાહેર કર્યા હતા.