ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેલમહાકુંભ-2019ની એર રાઇફલ સ્પર્ધામાં પોરબંદરનાં બે ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા - Air rifle competition winner

પોરબંદરઃ 'ખેલશે ગુજરાત જીતશે ગુજરાત' ના થનગનાટ સાથે સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ ૨૦૧૯ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને હજારો સ્પર્ધકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો.

Khel mahakumbh-2019

By

Published : Oct 24, 2019, 11:53 AM IST

ખેલ મહાકુંભ-2019 અંતર્ગત અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે રાજ્યકક્ષાની એર રાઇફલ અને એર પિસ્તોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૦ મીટર શુટીંગ ગેમમાં અન્ડર-૧૪માં ૧૭ ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પોરબંદરનાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થી નીલ જોષીએ એર રાઇફલમાં ૩૨૪/૪૦૦ સ્કોર મેળવી સિલ્વર મેડલ પ્રપ્ત કર્યો છે. સાથે જ ઋષિરાજ જાડેજાએ ૩૨૨/૪૦૦ સ્કોર મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

રાજ્યકક્ષાએ પ્રતિભા દર્શાવનાર આ બંને ખેલાડીઓને મધ્યપ્રદેશ ખાતે SGFIની નેશનલ લેવલની એર રાઇફલ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દાખવશે. નેશનલ લેવલે નામના મેળવવા આ બંને ખેલાડીઓ આ સ્પર્ધાની અત્યારથી જ પ્રેક્ટીસ કરી રહ્યા છે. ગુજરાત લેવલે પોરબંદરનું નામ રોશન કરવા બદલ આ બંને વિદ્યાર્થીઓને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદરના સિનિયર કોચ ડૉ. મનીષકુમાર જીલડીયાએ અભિનંદન પાઠવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details