ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022: જે પાર્ટી ટિકિટ આપશે અમારો સમાજ તેની જ સાથે રહેશે, ખારવા સમાજનો હુંકાર - ખારવા સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે ચર્ચા

પોરબંદરમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજની એક બેઠક (All Gujarat Kharwa Samaj Meeting in Porbandar) યોજાઈ હતી, જેમાં સમાજના આગેવાનોએ દરિયાઈ કાંઠા વિસ્તારમાં નિયમ વિરુદ્ધની કંપનીઓ સામે રોષ ઠાલવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ખારવા સમાજ ઝંપલાવશે અને જે પાર્ટી ટિકિટ આપશે તેની સાથે સમસ્ત ખારવા સમાજ (Kharva Samaj Demands Election Ticket) રહેશે.

Kharva Samaj Demands Election Ticket: જે પાર્ટી ટિકિટ આપશે અમારો સમાજ તેની જ સાથે રહેશે, ખારવા સમાજનો હુંકાર
Kharva Samaj Demands Election Ticket: જે પાર્ટી ટિકિટ આપશે અમારો સમાજ તેની જ સાથે રહેશે, ખારવા સમાજનો હુંકાર

By

Published : Jan 10, 2022, 9:05 AM IST

પોરબંદરઃ દર વર્ષની પરંપરા મુજબ ગુજરાત સમસ્ત ખારવા સમાજ 2021-22ની મિટિંગનું આયોજન (All Gujarat Kharwa Samaj Meeting in Porbandar) કરવામાં આવ્યું હતું. આ બેઠક પોરબંદરના સાગર ભુવન ખાતે (Meeting of Kharwa Samaj in Sagar Bhuvan) યોજાઈ હતી, જેમાં માંડવીથી મુંબઈ સુધી ગુજરાત ખારવા સમાજના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ કઈ રીતે થઈ શકે તેની ચર્ચા કરવામા આવી હતી.

બેઠકમાં સમાજને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

ખારવા સમાજની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

સમસ્ત ખારવા સમાજની આ મિટિંગમાં આગેવાનોએ દરિયાઈ કાંઠા વિસ્તારમાં બનેલી નિયમ વિરુદ્ધની કંપનીઓ સામે રોષ (Anger of Kharwa society over coastal companies) ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જે દરિયામાં ઝેરી કેમિકલો ઠાલવી પાણીને પ્રદૂષિત કરે છે. તેનાથી માછીમારોને ભારે નુકસાન થાય છે અને ગુજરાતના દરિયા કિનારા પર મોટી સંખ્યામાં ખારવા સમાજ વસતો હોવાથી આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં ખારવા સમાજ (Gujarat Assembly Elections 2022) ઝંપલાવશે અને જે પાર્ટી ટિકિટ આપશે તેની સાથે સમસ્ત ગુજરાતના ખારવા સમાજ (Kharva Samaj Demands Election Ticket) રહેશે. જોકે, આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય પણ જોવા મળ્યું નહતું.

ખારવા સમાજની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

આ પણ વાંચો-Diyodar Gram Panchayat elections : બનાસકાંઠાના દિયોદર ગ્રામ પંચાયત પર રાજવી પરિવાર-રાવણા રાજપૂત સમાજ વચ્ચે જંગ જામશે

બેઠકમાં સમાજને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ સ્થાને ગુજરાત સમસ્ત ખારવા સમાજના સમંલેનમા કચ્છથી મુંબઈ સુધીના ખારવા સમાજના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ દ્વારા સમાજને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામા આવ્યા હતા. તેમાં મુખ્ય ચર્ચાઓમાં ખારવા સમાજના જે વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો હોય તેવા લોકોને માર્ગદર્શન આપી સરકારી નોકરીઓ અપાવવી સહિતના મુદ્દે ચર્ચા (Discussion on the study of students of Kharwa society) થઈ હતી.

ખારવા સમાજના વિદ્યાર્થીઓ અને તેમના ઉચ્ચ અભ્યાસ અંગે પણ થઈ ચર્ચા

આ પણ વાંચો-ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ

ખારવા સમાજના વિદ્યાર્થીઓ અને તેમના ઉચ્ચ અભ્યાસ અંગે પણ થઈ ચર્ચા

આ ઉપરાંત આ બેઠકમાં જે લોકો રમતગમતમાં શ્રેષ્ઠ હોય તેમને રમતગમત ક્ષેત્રે આગળ મોકલવા માટે પ્રયત્નો કરવા, ખારવા સમાજના માછીમારોને તેમની ફિશિંગ બોટ્સ, એફ.આર.પી. હોડી ઓને તેમના જાળ, મશીન, કેરોસીન, પેટ્રોલમાં મળતી સહાયો સરકાર દ્વારા વહેલી તકે ચૂકવવા માટે રજૂઆતો કરવી. આ ઉપરાંત ગુજરાત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને ઉત્સાહિત કરવા જેવા મુદ્દે પણ ચર્ચા (Discussion on the study of students of Kharwa society) કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details