ગુજરાત

gujarat

ETV Bharat / state

Kesar Mango Price ગુલાબી ઠંડીમાં કેરીના ભાવ છોડાવી દેશે પસીનો, એક બોક્સના બોલાયા અધધ ભાવ - શિયાળામાં કેરીની માગ

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં (Porbandar Marketing Yard ) કેસર કેરીની આવક શરૂ થઈ (Kesar Mango Price hike in Porbandar) ગઈ છે. અહીં ગુલાબી ઠંડીમાં કેરીના ભાવ લોકોનો પસીનો છોડાવી દે તેવા છે. અહીં એક બોક્સનો ભાવ 9,000 રૂપિયા સુધીનો બોલાયો હતો.

Kesar Mango Price ગુલાબી ઠંડીમાં કેરીના ભાવ છોડાવી દેશે પસીનો, એક બોક્સના બોલાયા અધધ ભાવ
Kesar Mango Price ગુલાબી ઠંડીમાં કેરીના ભાવ છોડાવી દેશે પસીનો, એક બોક્સના બોલાયા અધધ ભાવ

By

Published : Jan 23, 2023, 7:15 PM IST

શિયાળામાં પણ લોકો ખાય છે કેરી

પોરબંદરઃશિયાળાને પૂર્ણ થવામાં હજી એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે પોરબંદરમાં અત્યારથી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અહીં ખંભાળા, બિલેશ્વર અને કાટવાણાના આંબામાં ભર શિયાળે કેરી આવી છે. ત્યારે અહીં એક કિલોના 900 રૂપિયા ભાવ બોલાવ્યો હતો.

આ પણ વાંચોKutch News: તાઇવાનના ગુલાબી જામફળની ખેતી હવે થઇ રહી છે કચ્છમાં, કોઈપણ સીઝનમાં મળે છે આટલો ભાવ

પ્રતિ કિલો 900 રૂપિયા ભાવઃઘણા ફળફળાદી અને પાક એવા હોય છે, જે ઋતુ પ્રમાણે ઉગતા હોય છે. સામાન્ય રીતે શિયાળામાં બોર અને મકાઈ ઝીંઝરા પોક બજારમાં મળતા હોય છે. મોટા ભાગે કેસર કેરી ઉનાળામાં આંબા પર આવતી હોય છે, પરંતુ પોરબંદરના માર્કેેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરી આવતા 900 રૂપિયા કિલો એટલે એક બોક્સના 9,000 રૂપિયા ભાવ હરાજીમાં બોલાયો હતો.

શિયાળામાં પણ લોકો ખાય છે કેરીઃપોરબંદરમાં ફળના વેપારી નીતિન દાસણીએ જણાવ્યું હતું કે, આ વખતે શિયાળામાં બીજી વાર કેરીનો ફાલ પોરબંદર નજીકમાં હનુમાન ગઢમાં આવક થતા માર્કેટિંગ યાર્ડમાં 10 કિલો કેરીની આવક થઈ હતી. તેમ જ હરાજીમાં 900 રૂપિયે કિલો ભાવ બોલાયો હતો, જેથી એક બોક્સમાં 10 કિલો કેરી આવે છે. એટલે કે એક બોક્સના 9,000 રૂપિયા ભાવ થયો હતો. અગાઉ 500 રૂપિયા કિલો કેસર કેરી વેચી હતી હવે લોકો કેસર કેરી શિયાળામાં પણ લોકો ખાઈ શકશે .

NRI લોકોમાં કેસર કેરી ની માંગ વધુ, વિદેશમાં મગાવે છે કેરીઃફળના વેપારી નીતિન દસાણીએ જણાવ્યું હતું કે, આ ઈતિહાસમાં પહેલી વાર આટલી સપાટીએ કેરીનો ભાવ ગયો છે. તાલાળામાં પણ કેસર કેરીનો આટલો ભાવ હોતો નથી અને એ પણ શિયાળામાં ખાસ કરીને શિયાળાનું વાતાવરણ કુદરતી રીતે માફક આવી જતા કુદરતી રીતે પહેલીવાર આંબામાં ફળ આવ્યા છે. તેમ જ નેચરલ રીતે કેરી પાકે છે ત્યારે વિદેશમાં વસતા NRI લોકો આ કેરી ખાવાનું વધુ પસંદ કરે છે અને 6 નંગ તથા 12 નંગના પેકેટમાં પણ તેઓ કેરી ખરીદવાનું વધારે પસંદ કરે છે. આ કેરીના સ્વાદમાં કોઈ ફેરફાર નથી સેમ અગાઉના ફાલ જેવો જ ટેસ્ટ છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા અન્ય વેપારીઓ પણ આ કેરીના ઐતિહાસિક ભાવથી ખુશી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details