ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી: બાળકોએ નિહાળ્યું યુદ્ધ જહાજ - kargil vijay divas

પોરબંદર: 26 જુલાઇએ કારગિલ યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજયના થયો હતો. એટલે આ દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઈ.સ. 1999માં કારગિલ વિજય બાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો. જેની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં જેટી પર ભારતીય તટરક્ષક દળ દ્વારા સ્કૂલ તથા કોલેજોના બાળકો માટે સમુદ્ર પાવક નામનું જહાજ મુલાકાત માટે ખુલ્લુ મુકાયું હતું. ખારવા સમાજના આગેવાનો તથા હજારથી પણ વધુ બાળકોએ આ જહાજની મુલાકાત લઇ સેનાના સુરક્ષા બળ વિશેની માહિતી મેળવી હતી.

porbandar

By

Published : Jul 25, 2019, 4:20 PM IST

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ ઘણા લશ્કરી સંઘર્ષો થયા હતા. બંને દેશો દ્વારા પરમાણુ પરીક્ષણોને કારણે તણાવ વધ્યો હતો. પરિસ્થિતિને શાંત કરવા માટે બંને દેશોએ ફેબ્રુઆરી 1999માં લાહોરમાં ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં કાશ્મીરના મુદ્દાને દ્વીપક્ષીય વાટાઘાટ દ્વારા શાંતિપૂર્વક વચન આપવામાં આવ્યું હતું પરંતુ પાકિસ્તાન તેના સૈનિકો અને અર્ધલશ્કરી દળોને છૂપાવીને નિયંત્રણ રેખા તરફ મોકલ્યા અને આ ઘુષણખોરીનું નામ ઓપરેશન બંદર રાખવામાં આવ્યું હતું.

પોરબંદરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, બાળકોએ નિહાળ્યું યુદ્ધ જહાજ

પોરબંદરમાં જેટી પર ભારતીય તટરક્ષક દળ દ્વારા સ્કૂલ તથા કોલેજોના બાળકો માટે સમુદ્ર પાવક નામનું જહાજ મુલાકાત માટે ખુલ્લુ મૂકાયું હતું. ખારવા સમાજના આગેવાનો તથા હજારથી પણ વધુ બાળકોએ આ જહાજની મુલાકાત લઇ સેનાના સુરક્ષા બળ વિશેની માહિતી મેળવી હતી. બાળકોએ 'સમુદ્ર પાવક' નામના યુદ્ધ જહાજની મુલાકાત લઈને કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી.

તેનો મુખ્ય હેતુ કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનો સંબંધ તોડવાનો હતો અને સીયાચીન ગ્લેશિયરથી ભારતીય ભૂમિને દૂર કરવાનો હતો. પાકિસ્તાન એવું પણ માને છે કે, આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનો તળાવ કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં મદદ કરશે. જેનો સામનો કરવા ભારતીય સરકારે ઓપરેશન વિજય હેઠળ 2 લાખ સૈનિકો મોકલ્યા હતા અને આ યુદ્ધ સત્તાવાર રીતે 26 જુલાઈ 1999ના રોજ પૂરું થયું હતું. આ યુદ્ધ દરમિયાન 527 સૈનિકોએ તેમના જીવનનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી.

આજે ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં સેના બળ છે અને કોઈપણ પ્રકારના યુદ્ધ સમયે હંમેશા ત્રણેય પાંખની સેના સુસજ્જ રહે છે. જેની જાણકારી આવનારી પેઢી પણ મેળવે તે હેતુસર 'સમુદ્ર પાવક' નામના યુદ્ધ જહાજ અંગેની માહિતી પોરબંદરની વિવિધ સ્કૂલ તથા કોલેજોના બાળકોને અપાઈ હતી. 'સમુદ્ર પાવક' જહાજ એક પોલ્યુશન કંટ્રોલ જહાજ છે. જે એશિયામાં માત્ર ત્રણ જ છે અને ભારત પાસે જ છે. 'સમુદ્ર પાવક' દરિયામાં પોલ્યુશન કંટ્રોલની વિશેષ ક્ષમતા પણ ધરાવે છે. જેમાં પેટ્રોલિંગ ફાયર ફાઈટિંગ અને બચાવનો સમાવેશ થાય છે.

દરિયાઈ કાયદાના અમલીકરણ માટે ઇઇઝેડ સર્વેલન્સ એન્ટી સ્કેગલિંગ માછીમાર સરક્ષણ, શોધ અને બચાવ, અને હાઈ સ્પીડ ઇન્ટ્રક્શન, હેલિપેડ એક ઇન્ફ્રારેડ સર્વેલન્સ સિસ્ટમ પણ ઓન બોર્ડ પર સ્થાપિત કરવામાં આવી છે. જે રાત્રીના લક્ષ્યને શોધવા માટે વહાણના ગૃહ માટે વધારાની ક્ષમતા પ્રદાન કરે છે. આ જહાજમાં 10 અધિકારીઓને શો નાવિકો દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details