ગુજરાત

gujarat

ETV Bharat / state

26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ: સુનામી અને તોફાન સામે સૈનિક થઈને ઉભા રહે છે આ ચેરના વૃક્ષો

આજે 26 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ દિવસ ઉજવવામાં આવે છે. દરિયાઈ જીવસૃષ્ટિને પણ ઉપયોગી એવા મેન્ગ્રોવને ગુજરાતીમાં ચેરના વૃક્ષ કહેવાય છે. ગુજરાતમાં પણ સમુદ્રી વિસ્તારમાં ચેરના વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે.

26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ
26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ

By

Published : Jul 26, 2021, 8:33 PM IST

  • મેન્ગ્રોવ વનસ્પતિનું દરિયાઈ જીવો માટે પણ વિશેષ યોગદાન
  • પોરબંદરની ખાડીમાં મોટી સંખ્યામાં મેન્ગ્રોવના વૃક્ષો જોવા મળે છે
  • આ વૃક્ષો કાપવા પર દંડની જોગવાઈ

પોરબંદર:ચેરના વૃક્ષો કાદવવાળી જમીનમાં થાય છે. ચેર દરિયાઈ પર્યાવરણનો મુખ્ય ભાગ છે, આ વૃક્ષ પર અનેક દરિયાઇ જીવ નભે છે. સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા વૃક્ષ ઓક્સિજન લેતા હોય છે. પરંતુ આ વૃક્ષ મૂળ બહાર કાઢે છે અને તેમાંથી ઓક્સિજન દરિયામાં આપે છે. જમીનના ધોવાણનું કામ પણ અટકાવે છે આ ચેરનાં વૃક્ષો અને દરિયાના ખારા પાણીને જમીનમાં આવતું અટકાવે છે અને અનેક પક્ષીઓ માટે પણ આ વૃક્ષો મહત્વનો ફાળો આપે છે.

26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ

અનેક અનુકૂલન ધરાવે છે મેન્ગ્રોવ

આ વૃક્ષો અન્ય વૃક્ષોથી અલગ હોય છે. મેન્ગ્રોવના વૃક્ષો માટીમાંથી બહાર મૂળ કાઢે છે, તેના દ્વારા વાયુ અને ઓક્સીજન આપ લે માટેના છિદ્રો હોય છે. ખારા પાણીને જમીનમાં જતું રોકે છે. આથી મોટા ભાગે આ વૃક્ષો ખાડીવાળા વિસ્તારમાં જોવા મળે છે. ભારતમાં મોટાભાગે પશ્ચિમ બંગાળના સુંદરવન અને ગુજરાતમાં લગભગ 1,175 કિમી વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલો આવેલા છે અને અંદમાન નિકોબારમાં જોવા મળે છે.

આ પણ વાંચો:દરિયાઈ શ્રુષ્ટિ જાળવતા મેન્ગ્રોવ ઝાડ કાપી નાખવા મુદ્દે હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો

પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં આવેલી ખાડીમાં પણ જોવા મળે છે ચેરના વૃક્ષો

પોરબંદરના જ્યુબિલી વિસ્તાર પાસે આવેલી ખાડીમાં પણ મોટા પ્રમાણમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. કેટલાક ચેરના વૃક્ષો પાંદડા દ્વારા ક્ષારને બહાર ફેંકે છે. આ વૃક્ષો પર પણ ફૂલો આવે છે. પોરબંદરમાં વાવાઝોડા અને તોફાનોમાંથી બચાવવા માટે આ વૃક્ષો જમીનને સુરક્ષા આપી રહ્યા છે તો ચેરના વૃક્ષો ને કાપવા સામે દંડ ની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details