પોરબંદરમાં બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો પોરબંદર : શહેરમાં હાલ લગ્નસરાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે અને આ સમયે ચોર ટોળકી પણ પોરબંદરમાં સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને લોકોએ આ અંગે સાવધાન રહેવું જરૂરી બન્યું છે. શહેરમાં થોડા દિવસ પહેલા ખારવા વિદ્યાર્થી ભવનમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં એક મહિલાનું પર્સ ચોરાઈ ગયું હતું. પર્સમાં અંદાજે પાંચ તોલાની સોનાની વસ્તુ તેમજ એક લાખ રૂપિયા જેવી રોકડ રકમ હતી. લગ્ન પ્રસંગમાં ચોરી થવાનું માલૂમ થતાં અફરાતફરી મચી ગઈ હતી. ચોરીના બનાવને લઈને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસને પોરબંદરના ચોપાટી પાસે ફૂટપાથ પર રહેતી મહિલા પર શંકા જતાં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા મહિલાએ ચોરી કર્યાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી છે.
આ પણ વાંચો :Navsari Crime : ચોરી કરવા આવેલા તસ્કરોને માથું ખંજવાળતા પાછા ફર્યા, જૂઓ CCTV
મહિલાએ કઈ કઈ વસ્તુની ચોરી કરી :પોરબંદર 26 જાન્યુઆરીના રોજ ખારવા વિદ્યાર્થી ભવનમાં એક લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં સુનીતાબેન નામની એક મહિલા જ્યારે વરરાજાને પોખવા ગયા હતા, ત્યારે તેને પર્સ પડદાની નજીક આવેલી ખુરશીની બાજુમાં મૂક્યું હતું. સુનિતાબેને દીકરીને ચડાવવા માટેની પાંચ તોલાની ચાર બંગડી અને એક લાખ રૂપિયાની રોકડ રકમ પર્સમાં રાખ્યા હતા. જે આરોપી મહિલાએ તે સમયે પડદા પાછળથી આવી નજર ચૂકવી ચોરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો લગ્નના માહોલમાં વ્યસ્ત રહેતા હોય છે, પરતું લગ્ન વચ્ચે લોકો દાગીના તેમજ રકમને લઈને સાવધાન રહેવું ખૂબ જરૂરી બની ગયું છે.
આ પણ વાંચો :Navsari Crime: ઠંડીની સીઝનમાં 'થીફવેવ', મોબાઈલની દુકાનમાંથી 29.61 લાખનો માલ ચોરી
પોલીસને ફૂટપાથ પર રહેતી મહિલા પર શંકા : લગ્ન પ્રસંગમાં ખોવાયેલું પર્સના માલિક સુનિતાબેનના દીકરા આકાશ દિનેશભાઈ નામના યુવાને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાતમીના આધારે ચોપાટી વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા સુલોચના વડીયારા નામની મહિલાની તપાસ કરતાં આ મહિલા પાસેથી સોનાની ચાર બંગડી અને એક લાખ રોકડા મળી આવ્યા હતા. મહિલાની પૂછપરછ કરતા દાગીના અને રૂપિયાનું પર્સ લગ્ન દરમિયાન ચોરી કરી હોવાની મહિલાએ કબૂલાત આપી હતી. પોલીસે આ મહિલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.