પોરબંદર: મહાનાયક અમિતાબ બચ્ચનના પરિવારમાં કોરોના થતા પોરબંદરમાં રહેતા તેના પ્રિય ચાહકમાં ચિંતાની લાગણી પ્રસરી છે અને વર્ષોથી બચ્ચનના ચાહક અને જય અમિતાભ તરીકે જાણીતા પોરબંદરના દિવ્યાંગ મનીષ વાઘેલાએ બન્નેના સારા સ્વાસ્થ્ય માટે અને વહેલી તકે સાજા થાય તે માટે ગાયત્રી મંત્રના જાપ કર્યા હતા. અગાઉ અનેક બીમારીને મ્હાત કરનારા, અનેક ઘાતમાંથી ઉગરી જનારા મેગાસ્ટાર કોરોનાને પણ હરાવી અને જ લદી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
પોરબંદરના જય અમિતાભે મહાનાયકના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના - Jay Amitabh prayed for Bachchan's
પોરબંદર જિલ્લાના જય અમિતાભે મહાનાયક અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરી છે.
જય અમિતાભે મહાનાયકના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના
ઉલ્લેખનિય છે કે મનીષ વાઘેલાએ પોતાની ટ્રાયસિકલમાં અમિતાભનો ફોટો લગાવેલો છે અને પાછળ મોટા અક્ષરે જય અમિતાભ લખાવેલું છે. પોરબંદરના લોકો તેને જય અમિતાભથી ઓળખે છે. અમિતાભ બચ્ચનના જન્મ દિવસે કેક કાપી ઉજવણી કરતો આ તેનો ચાહક અમિતાભને રૂબરૂ પણ મળી ચુક્યો છે. 'ખુશ્બૂ ગુજરાત કી' એડ માટે બચ્ચનજી પોરબંદર આવ્યા ત્યારે મનીષ માટે સમય ફાળવીને તેને મળ્યા હતાં.