ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર - examination program

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે 13 ફેબ્રુઆરી શનિવારના રોજ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરમાં ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

porbandar
porbandar

By

Published : Nov 23, 2020, 4:28 PM IST

  • જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
  • 13 ફેબ્રુઆરીએ યોજાશે પરીક્ષા
  • વિદ્યાર્થીઓની ઓનલાઈન અરજી જ માન્ય ગણાશે

પોરબંદરઃ ભારત સરકારનાં શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ દ્રારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયોની વર્ષ 2021-22 માટે ધોરણ ૯માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

13 ફેબ્રુઆરીએ યોજાશે પરીક્ષા

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે 13 ફેબ્રુઆરી શનિવારના રોજ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરમાં ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં શરતોને આધીન હાલ ધોરણ ૮માં અભ્યાસ કરતાં પોરબંદર જિલ્લામાં આવેલા સ્કુલોનાં વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in તથા www.nvsadmissionclassnine.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫-૧૨-૨૦૨૦ છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી ઓનલાઇન અરજી જ માન્ય રહેશે તેમ એક યાદીમાં જણાવાયુ છે.

ABOUT THE AUTHOR

...view details