ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં જવાહર ચાવડાએ COVID-19 વોરરૂમનું નિરીક્ષણ કર્યું - જવાહર ચાવડા પોરબંદર

પોરબંદર COVID-19 વોર રૂમનું નિરીક્ષણ કરી જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી જિલ્લાના પ્રભારી પ્રવાસન અને મત્સ્યોધોગ વિભાગના પ્રધાન જવાહર ચાવડાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

porbandar, Etv Bharat
porbandar

By

Published : May 21, 2020, 11:27 PM IST


પોરબંદરઃ પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રવાસન અને મત્સ્યોધોગ વિભાગના પ્રધાન જવાહર ચાવડાએ આજે પોરબંદર કલેકટર કચેરી ખાતે કાર્યરત COVID -19 વોર રૂમનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જિલ્લા કલેકટર, એસ.પી અને ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

પોરબંદર જિલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે અત્યાર સુધી કરવામા આવેલી કામગીરીને પ્રોત્સાહન આપતા વિશેષ તકેદારી અને લોકોને રાખવાની થતી સાવચેતી –જન જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

પોરબંદરમાં જવાહરભાઇ ચાવડાએ COVID -19 વોર રૂમનું નિરીક્ષણ કર્યુ
પોરબંદર કલેકટર ડી.એન. મોદીએ જિલ્લાની ટીમ દ્રારા કરવામા આવેલ કોરોના અંતર્ગતની માહિતી આપી હતી. જવાહર ચાવડાએ પોરબંદર જિલ્લામાં સરકાર દ્રારા વિતરણ કરાયેલા અનાજ, વિવિધ સહાયો, કવોરેન્ટાઇન સુવિધાઓ, ડોર ટુ ડોર સર્વે અને એન્ટ્રી પોઇન્ટ પર સ્ક્રીનીંગ, કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલો અને ઉભી કરાયેલ અધ્યતન સુવિધા અંગેની જિલ્લાની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details