પોરબંદરમાં મનીષ વાઘેલા નામનો યુવાન જે વિકલાંગ છે છતાં તેનું મનોબળ એટલું મજબૂત હતું કે અમિતાભ બચ્ચન તેને એકવાર મળશે. તેના ઘરમાં અમિતાભના ફોટા અને અમિતાભના બર્થ ડે નિમિત્તે કેક કાપવી આ ઉપરાંત તેની સાયકલમાં અમિતાભનું ચિત્ર દોર્યુ છે.
પોરબંદરનો જય અમિતાભ આવી શકે છે KBCની હોટ સીટ પર... - porbandar
પોરબંદર: કૌન બનેગા કરોડપતી (KBC) રમત ભારતભરમાં ખૂબ પ્રચલિત બની છે. ત્યારે અનેક લોકો આ રમતમાં અઢળક રૂપિયા કમાઈ રહ્યા છે. અમિતાભના ચાહક વર્ગમાં કેટલા ચાહકો છે. જે માત્ર અમિતાભને મળવાની જ ઈચ્છા ધરાવતા હોય છે. અને તેના માટે તેઓ KBCમાં અરજી કરતા હોય છે. એવા જ અમિતાભના એક ચાહક છે. જેનું નામ છે જય અમિતાભ. આ યુવાનની વર્ષોથી અમિતાભને મળવાની ઈચ્છા તો એક વાર પૂર્ણ થઈ ગઈ પરંતુ હવે ફરીથી તેનું નામ KBCના ઓડિશન રાઉન્ડમાં નોમિનેટ થતાં ફરીથી અમિતાભને મળવાની ઇચ્છા જાગી છે.

અમિતાભને પ્રાર્થના કરતો અને વર્ષોથી અમિતાભને મળવાની તપસ્યા કરતા યુવાનને 2010માં જ્યારે અમિતાભ ખુશ્બુ ગુજરાત કી એડ શૂટિંગ માટે પોરબંદર આવ્યા હતા. ત્યારે તેઓ વિકલાંગ ચાહકને મળ્યા હતા. મનીષ વાઘેલાની આંખમાં હરખના આંસુ નીકળ્યા હતા. પરંતુ હવે મનીષ વાઘેલાએ કોન બનેગા કરોડપતિમાં અનેકવાર પ્રયત્નો કર્યા બાદ મુંબઈ ઓડિશન માટે તેમની પસંદગી થઈ છે. મનીષ વાઘેલા જે પોરબંદરમાં જય અમિતાભના નામથી ઓળખાય છે. તેમને ફરીથી અમિતાભને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. લોકોને અપીલ કરી હતી કે, તેના માટે દુઆ કરે અને ફરીથી તે અમિતાભને મળે. તો હવે જોવાનું રહ્યું કે, શું જય અમિતાભ હોટસીટ પર આવશે કે કેમ એ નસીબ જ નક્કી કરશે.