પોરબંદર: પોરબંદરમાં લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કિર્તીદાન ગઢવીના ભજનો સાંભળીને અનેક લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કોન્સિલ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન પોરબંદરમાં કરાયું છે. ત્યારે ચોપાટી ખાતે યોજાયેલ આ કથા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. ત્યારે ડાયરામાં એકત્રિત થયેલ રકમ શૈક્ષણિક કાર્યમાં વપરાશે તેમ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના આગેવાનોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:Water Crises: ઉનાળાનો આવતા પાણીની રામાયણ, સ્થાનિકોનો રસ્તા પર 'મહાભારત' કર્યું
મનોદિવ્યાંગ યુવાન ખુશ થયો: પોરબંદર માં યોજાયેલ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા યોજાયેલ ભાગવદ સપ્તાહ માં કીર્તિદાન ગઢવી નો કાર્યક્રમ યોજાયો. ત્યારે ડાયરામાં એકત્રિત થયેલ રકમ શૈક્ષણિક કાર્યમાં વપરાશે તેમ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના આગેવાનોએ જણાવ્યું હતું કે, કીર્તિદાન ગઢવીને મળી નયન હરસુખ ભાઈ માંડવીયા નામનો મનો દિવ્યાંગ યુવાન ખુશ થઈ ગયો. 18 વર્ષની ઉંમરના નયનને ભજનનો શોખ છે અને કીર્તિદાન ના ભજનો ખૂબ સાંભળે છે તેને પણ કમાં ની જેમ કીર્તિદાન ને મળવાનું સ્વપ્ન હતું આજે પૂરું થયું.