ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં શિયાળામાં શાળાનો સમય ફેરફાર કરવા NSUIએ રજૂઆત કરી - સ્કૂલ

પોરબંદર: જિલ્લામાં શિયાળાની ઠંડીમાં સૂર્યોદય મોટો હોવાથી ઠંડીનો પ્રકોપ વધારે રહે છે. જેથી બાળકોને શરદી ઉધરસ સહિતની બીમારી તથા વહેલું ઉઠવાનું મુશ્કેલી પડતી હોય છે. જેના કારણે શાળાઓનો સમય એક કલાક મોડો રાખવા પોરબંદર જિલ્લા NSUI દ્વારા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં પણ સંચાલકો સાંજના સમયે અંધારું થઈ જતું હોવાથી બહેનોની વહેલી રજા આપવાની રજૂઆત NSUI દ્વારા કરવામાં આવી હતી.

પોરબંદરમાં શિયાળામાં શાળાના સમય ફેરફાર કરવા NSUIની જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત
પોરબંદરમાં શિયાળામાં શાળાના સમય ફેરફાર કરવા NSUIની જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત

By

Published : Dec 10, 2019, 4:57 PM IST

પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં મંગળવારે NSUIના કાર્યકર્તાઓ દોડી ગયા હતા અને ગુજરાત સરકાર દ્વારા ભાર વગરના ભણતર એવા સૂત્ર સાથે શિક્ષણ જગતમાં સુધારાઓ દાખલ કરાઈ છે. પરંતુ વહેલી સવારે મોટા મોટા ભારે વજનદાર સ્કૂલબેગ પીઠ પાછળ લટકાવીને બાળકો જતા હોય છે. ત્યારે આ વજનમાં ઠંડીથી બચવા માટે કાનપટ્ટી પણ જાળવી શકતા નથી.

પોરબંદરમાં શિયાળામાં શાળાના સમય ફેરફાર કરવા NSUIએ રજૂઆત કરી

સ્કૂલનો સમય સવારે 07:00 વાગ્યાનો હોવાથી નાના બાળકોને વહેલી સવારે 6 વાગ્યામાં ઊઠી જવું પડે છે, અને અંધારાના સમયે ઘરેથી સ્કૂલે જવા માટે બસ સિવાય પણ અનેક બાળકો પણ જતા હોય છે. આમ બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખી તેમને શરદી, તાવ, ઉધરસ, વાઇરલ ઇન્ફેક્શન, ન્યૂમોનિયા જેવા ગંભીર રોગની બીમારી લાગુ ન પડે તે માટે શાળાનો સમય એક કલાક પાછળ રાખવા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

આ ઉપરાંત સાંજે 7 પછી ચાલતા ખાનગી ટ્યૂશન ક્લાસીસ બંધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાજર ન હોવાથી કચેરીના ક્લાર્કને આવેદન પત્ર પાઠવી NSUIના કાર્યકરોએ વહેલી તકે નિયમ અમલીકરણ કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details